તળાજાના હબુકવડ અને સોસિયાના ૨૫૦ થી વધુ હરિદ્રારમાં ફસાયા

  • March 26, 2020 09:51 AM 85 views

યાત્રિકોએ સરકાર ને ઢંઢોળવા વિડિઓ કર્યા વાયરલ : તંત્રના પ્રયાસ ચાલુ છે,સફળતા મળી નથી : ડે. કલેકટર

તળાજા તાલુકાના હબુકવડ અને સોસિયા ઉપરાંત ઘોઘા તાલુકાના આશરે અઢીસોથી વધુ જેમાં મોટા ભાગના સિનિયર સીટીઝન છે. તે તમામ હરિદ્રારમાં કોરોનાની મહામારીના કારણે ફસાયા છે. એ લોકોના પરિવાર જનો છેલ્લા બે દિવસથી પ્રસાશન અને રાજકીય આગેવાનોને રજુઆત કરી રહ્યા છે. ઘેર પરત લાવવામાં મદદ કરે. પરંતુ હજુ સુધી મેળ પડયો નથી. જેને લઈ આજે રાય અને કેન્દ્ર સરકાર સુધી વેદના પહોંચે તે માટે સોસિયલ મીડિયાની મદદ લીધી છે.


કોરોના મારેકે ન મારે પણ અમોને અહીં ભૂખ ,તરસ અને જોઈતી દવા ન મળવાના કારણે માંદગી મારી નાખશે. આ પ્રકારની વેદના અઢીસો વ્યકિતઓ જેમાં મોટાભાગના સિનિયર સીટીઝન છે તેઆએ વ્યકત કરી છે.


હબુકવડ ગામના આગેવાન ભદ્રેશભાઈ પાલીવાલ અને સોસિયા ગામના સુખદેવસિંહ ગોહિલ એ મોબાઈલ પર વાત કરતા જણાવ્યું હતુંકે હવે રૂપિયા પણ ખાલી થયા છે.જમવા પાણી ની તકલીફ તો છે પણ ખાસ મોટી ઉંમરના લોકો સાથે છે.તેઓને રોજિંદી દવાઓ પણ ખૂટીછે.કોરોનાથી નહિ આમને આમ મરી જઇશું નો ડર સતાવી રહ્યો છે. છેલ્લા બે દિવસ થી પ્રાસશન,સાંસદ ,ધારાસભ્ય સહિતની કક્ષાએ રજુઆત કરી રહ્યા છે.હરિદ્રાર થી પરત લાવવા માટે પણ લોકડાઉન ના કારણે લાવી શકતા નથી. આથી આ લોકોએ આજે સોસીયલ,ઇલેકિટ્રક અને પ્રિન્ટ મીડિયા દ્રારા સરકાર સુધી અવાજ પહોંચે અને વેદના સાંભળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ બાબતે તળાજા પ્રાંત અધિકારી મકવાણા એ જણાવ્યું હતુંકે પ્રસાશન દ્રારા તેઓને મદદ રૂપ થવાય તેવા પ્રયાસો ચાલુ છે.