ચહેરા પર માસ્ક પહેરીને શ્વાસ લેવાની સાચી પદ્ધતિ કઈ છે, જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


કોરોના મહામારી વચ્ચે માસ્કનો ઉપયોગ સૌથી કારગત સાબિત થઈ રહ્યો છે. સંક્રમિતોને શ્વાસ સંબંધી તકલીફ માંથી પસાર થવું પડી રહ્યું છે. માસ્ક પહેરતા અન્ય લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એવામાં આ માસ્ક અને શ્વાસ લેવાની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. બચાવની સાથે વ્યક્તિને શ્વાસ લેવો પણ મહત્વનો છે. સંશોધનકર્તાઓ જણાવે છે કે હવે તેઓ ને શ્વાસ લેવાની ચિંતા સતાવી રહી છે.

 

માસ્ક પહેર્યા બાદ ઘણા લોકોને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે કે નહીં, તેની ચકાસણી કરવા માટે તેઓ ઓક્સિમીટર દ્વારા સમયાંતરે લોહીમાં ઓક્સિજનનું સ્તર ચકાસી રહ્યા છે. અમેરિકી સેનાના પૂર્વ આરોગ્ય અધિકારી પોલ ડયુરોનુ કહેવું છે કે શ્વાસ યોગ્ય રીતે લેવામાં આવે તો શરીરમાં એસિડનું સ્તર સંતુલિત રહે છે.

 

જેથી ઉતકને જરૂરી માત્રામાં ઓક્સિજન સરળતાથી મળી રહે છે, લોહીમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરનો સંતુલન હોવું જોઈએ. જ્યારે શ્વાસ ઝડપથી ચાલતો હોય તો તેની માત્રા ઘટી જાય છે આ કારણે ગભરામણ કે બેચેની, થાક અને એકાગ્રતામાં કમી આવે છે.

 

પોલ જણાવે છે કે મોંની બદલે નાકથી શ્વાસ લેવો યોગ્ય છે, અને વ્યાયામ કરતી વખતે ધીરે ધીરે શ્વાસ લેવો જોઈએ. ઝડપી શ્વાસ લેવાથી ચેતાતંત્ર સક્રિય બની જાય છે. જે શરીરને ખતરામાંથી બચાવવા માટેનું કામ કરે  છે. કેટલાક લોકો તનાવના કારણે નાક બંધ હોવાના કારણે મોઢાથી શ્વાસ લે છે ત્યારે ધીરે ધીરે પણ નાક વડે શ્વાસ લેવો જોઈએ અને મોં વડે છોડવો જોઈએ અને વધારે કોઈ પ્રયાસ કરવા કરતાં સામાન્ય રીતે સાધુ માસ્ક પહેરવું જોઈએ જેથી શ્વાસ સરળતાથી લઇ શકાય છે.


થેરપિસ્ટ પણ જણાવે છે કે શ્વાસના વ્યાયામ પણ જરૂરી છે, રોજ 5 મિનિટ સવારે અને રાત્રે પ્રાણાયામ કરવા જોઈએ. જેનાથી શ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલી માંસપેશીઓ મજબૂત બને છે આ માટે પીઠની બદલે ગોઠણને વાળીને શ્વાસની પ્રક્રિયા કરવી જોઇએ. કમર ગરદન તથા છાતી સીધા રહેવા જોઈએ.

 

શ્વાસ પર લખેલા એક પુસ્તકમાં જણાવ્યું છે કે મોતી શ્વાસ લેવાના બદલે નાખી શ્વાસ લેવા જરૂરી છે, કારણ કે નાકમાં લાગેલા ફિલ્ટર્સ ગરમી પ્રદૂષણ અને દૂષિત હવા ને રોકે છે. નાક વડે શ્વાસ લેવાથી હોર્મોન્સ અને નાઇટ્રિક ઓક્સાઇડ બહાર નીકળે છે. જેના થી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને ઓક્સિજનની માત્રા સપ્રમાણ રહે છે. દરેક વ્યક્તિ સરેરાશ દિવસ ભરમાં 25000 શ્વાસ લે છે તે યોગ્ય રીતે લેવામાં આવે તો શરીર યોગ્ય રીતે કામ કરે છે.

 

મોટાભાગના લોકો માસ્ક ડાઢી નીચે રાખે છે નાક અને મોં ખુલ્લા રાખે છે. આવા લોકો જ્યારે નજરે પડે ત્યારે કોઈ આસપાસ માંથી પસાર થઈ રહ્યું હોય તો એ સ્પષ્ટ છે કે સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, પરંતુ માત્ર તેમને મુશ્કેલી રૂપ બની રહ્યું છે, જોકે આ પદ્ધતિ યોગ્ય નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS