આ રીતે લેવી કોરોનાના દર્દીની સંભાળ

  • April 04, 2020 05:11 PM 543 views

 

કોરોના કેસ જેમ જેમ વધી રહ્યા છે તેની સાથે જ કેટલાક દર્દીઓ એવા પણ છે જે રોગમુક્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત જે લોકો કોરોનાગ્રસ્ત છે અને તમારા પરીવારના કે નજીકના છે તેમની સંભાળ કેવી રીતે લેવી તે પણ અગત્યની વાત છે. હોસ્પિટલમાંથી મુક્ત થયા પછી પણ દર્દીની ખાસ રીતે સંભાળ રાખવી જરૂરી છે. તમારા પરીવારમાં કોઈ દર્દી હોય જે કોરોનાગ્રસ્ત હોય તો તેની સંભાળ કેવી રીતે લેવી ચાલો જણાવીએ તમને.

 

1. દર્દીની રહેવાની વ્યવસ્થા અલગ રુમમાં રાખવી. રુમ સ્વચ્છ રાખવો અને તેના ટોયલેટ બાથરુમ પણ વ્યવસ્થિત રીતે સાફ રાખવા.
2. દર્દીના રુમમાં નાના બાળકો કે પાલતુ પ્રાણીઓને જવા દેવા નહીં.
3. દર્દીએ પણ સતત માસ્ક પહેરી રાખવું અને હાથ સાફ કર્યા વિના મોં, આંખ કે નાકને અડવું નહીં.
4. દર્દીને મળ્યા બાદ ઘરના સભ્યોએ પણ હાથ પહેલા સાફ કરવા ત્યારબાદ જ બાળકો કે વડિલોને સ્પર્શ કરવો.
5. દર્દી જે બેટશીટ, ટુવાલ કે નેપકિન વાપરે તેને રોજ ધોઈ અને નવા ઉપયોગમાં લેવા. એકને એક વસ્તુ વાપરવાથી વાયરસ ફરીથી ફેલાય શકે છે. 
6. ડોક્ટરના સંપર્કમાં રહેવું અને તબિયતમાં થતા ફેરફાર વિશે તેમને જણાવતા રહેવું. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application