મનની મનમાની કઈ રીતે અટકાવી શકાય?

  • November 06, 2020 09:30 PM 2328 views

એક વૃક્ષ પર બે પંખી રહે છે. અદ્લ એકબીજા જેવા જ. એકબીજાના મિત્ર. એક પક્ષી વૃક્ષના ટેટા ખાય છે, બીજું કશું ખાતું નથી, બસ પહેલા પક્ષીને જોયા કરે છે. છતાં, આ બીજું પંખી પહેલાં કરતાં વધુ બળવાન છે. આ વાત માંડુકય ઉપનિષદના ત્રીજા મંડુકનો પ્રથમ શ્ર્લોક છે. ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ જ રૂપકને થોડું વિસ્તાર્યુ છે. આપણે આ વાતના આદ્યાત્મિક દર્શનમાં નથી ઉતરવું. આપણો પ્રશ્ર્ન એ છે કે તમે કયારેય તમારા મનને નિહાળ્યું છે? નિરખ્યું છે? ધારીને જોયું છે? અલપઝલપ પણ જોયું છે ખરું? કે પછી કયારેય જરા જેટલી ઝાંખી પણ કરી છે? કયારેય મન અને તમે અલગ છો એ વિચાર્યુ છે? અનુભવ્યું છે?

મનને જે જોઈ શકે છે તે સુખી થાય છે. બીજી રીતે કહીએ તો જે મનથી અલગ થઈને જે રહી શકે તે માણસ કયારેય દુ:ખી થતો નથી. તે જીવનમાં સફળ થાય છે અને સુખી પણ રહે છે. માણસના સુખ અને દુ:ખ બન્નેની ચાવી મન છે. માણસને સફળ કે નિષ્ફળ બનાવનાર મન છે. ડરાવનાર કે નિર્ભય બનાવનાર મન છે. પાપી કે પુણ્યશાળી બનાવનાર મન છે. સારો કે ખરાબ બનાવનાર મન છે. મન જેવું હશે તેવા તમે બનશો, મન તમને પોતાના જેવા બનાવશે. સફળ કે નિષ્ફળ કે સારા કે ખરાબ બનવાનું એટલું મહત્વ નથી જેટલું મહત્વ સુખી થવાનું છે અને સુખનું તો એકમાત્ર દ્વાર મન છે. મોટાભાગના માણસો મનને અલગ જોઈ શકતા નથી. તેમના માટે તો મન જ પોતે છે. મન અને પોતે એક જ હોવાનો અનુભવ થવાનું કારણ એ છે કે તેને મળેલા નામથી શરૂ થઈને બાકી બધું જ મન સાથે જોડાય છે. તેને આવતા વિચારો મન દ્વારા થાય છે. તેના દ્વારા કરાતા નિર્ણયો મન કરે છે. તેને રોકનાર મન છે. તેને ઉશ્કેરનાર મન છે. તેને દયા કરવા માટે પ્રેરનાર મન છે, તેને ક્રોધ કરવા માટે હકમ કરનાર મન છે. તેને મોહ તરફ ખેંચનાર મન છે, તેને ઈષર્િ તરફ ધકેલનાર મન છે. એ જે કંઈ કરે છે તેની પાછળ મન છે એટલે મનને અલગ કરીને જોવાનો તેને વિચાર પણ કયારેય નથી આવતો અને અલગ કરીને જોવાનો વિચાર સુધ્ધાં નથી આવતો એટલે મન જે કાંઈ કરે છે તે પોતે કરે છે એવું માની લે છે. અને એટલે મનની મનમાની ચાલતી રહે છે. ખરેખર મન કરે છે તે બધું તમે કરો છો? મન તમારી પાસે કશુંક કરાવે છે કે તમે મન પાસે કરાવો છો? સીધો પ્રશ્ર્ન, તમે મનના ગુલામ છો કે મન તમારું ગુલામ છે? તમે મનના માલિક છો એવો જવાબ આપવો તમને ગમશે. પણ આ જવાબ સાચો હોવાની સંભાવના બહ જ ઓછી છે.
મન સતત સક્રિય રહે છે, સતત દોડતું રહે છે એવું કહેવાય છે. એટલે એવું લાગે છે કે મને આળસ નહીં થતી હોય પણ વાસ્તવમાં મન બહ આળસુ છે. આળસુ છે એટલે તે તમારા મોટાભાગના કામને ઓટો મોડ પર મુકી દે છે. આ ઓટો મોડને આપણે ઘરેડ, ટેવ કહીએ છીએ. દિવસમાં એવા અસંખ્ય કામ છે જે આપણે માત્ર ટેવવશ કે ઘરેડવશ કરીએ છીએ. જે કોઈ કામ રોજીંદું કે રૂટીન હોય તે બધા જ કામને કરવાની મન એક ટેવ પાડી દે છે, એક પ્રોગ્રામ બનાવી દે છે, જે મુજબ એ કામ સાવ અજાણપણે જ, વિચાયર્િ વગર જ થઈ જાય. તમે કહેશો કે વિચારવું ન પડે એ તો સારી બાબત છે ને? સારી બાબત છે, બ્રશ કરવા જેવી સામાન્ય ક્રિયા માટે પણ, ધીમે ધીમે મન તમારી મોટાભાગની દિનચયર્નિા પ્રોગ્રામ્સ બનાવી નાખીને તેને પણ ઓટો મોડમાં મુકી દે છે. પછી સ્વજનો સાથેના બિહેવિયરને ઓટો મોડમાં મુકે છે. તમારા રોજીંદા તમામ કામને યંત્રવત કરી દે છે. તમે એક મશીનની જેમ કામ કરતાં થઇ જાઓ છો એટલે તમને યંત્રવત જ બધું કરવાની ટેવ પડતી જાય છે. નવું થતું નથી, નવું વિચારાતું નથી, તમે ઘરેડને સ્વીકારી લો છો, તમારો વિકાસ અટકી જાય છે. યંત્રની જેમ જ બધું કરવાની ટેવને લીધે તમે જયાં ક્રિએટીવ કામ કરવાનું હોય, જયાં વિચારવાનું હોય, જયાં અલગ કરવાનું હોય ત્યાં પણ વિચારતાં નથી. અથવા, વિચારી શકતા નથી. આ મનની આળસનું છેલ્લું પરિણામ છે. જયાં સુધી તમે મનને અલગ જોશો નહીં ત્યાં સુધી તેનું અસ્તિત્વ દેખાશે નહીં, તેને તમે ટપારી શકશો નહીં.

શું ફરક પડશે મનને અલગ કરવાથી કે મનને જોવાથી? જયાં સુધી તમે પોતાને મનથી અલગ નહીં જાણો ત્યાં આ ફરક પણ સમજાવામાં થોડી મુશ્કેલી પડશે. ફરક એ પડશે કે તમે મન જયાં ખોટું હશે ત્યાં તેને વારી શકશો. તેને અટકાવી શકશો. એના પર નિયંત્રણ આવશે. વૃત્તિઓ પર નિયંત્રણ આવશે. તમે વધુ સંતુલિત રહી શકશો. તમારા નિર્ણય ભાવનાઓથી કે લાગણીથી નહીં, બુધ્ધિથી પ્રેરાયેલા હશે. તે વધુ ચોકકસ હશે. તમે વધુ ક્રિએટીવ થઈ શકશો. તમે પરંપરા તોડી શકશો. તમે નવું અને અલગ કશુંક કરી શકશો. પરાપૂર્વથી એ જ વ્યક્તિ ક્રાંતિ કરી શકયો છે, પરિવર્તન લાવી શકયો છે, સફળ થઈ શકયો છે જેણે નવું વિચાર્યુ છે, નવું કર્યું છે. તમે પણ એવા બની શકો જો મનની ગુલામી છોડી શકો તો. પણ સો મણનો સવાલ એ છે કે મનને ગુલામ બનાવવું કેમ?

આ જગતનું સૌથી મુશ્કેલ કામ મનના માલિક બનવાનું, મનને ગુલામ બનાવવાનું છે. સૌથી અઘરું કામ. એનાથી દુ:સાધ્ય, કઠણ, વિકટ કામ અન્ય કશું જ નથી. ભાગવદ્ ગીતામાં જયારે કૃષ્ણ અર્જુનને મનને નિયંત્રણમાં રાખવાનું કહે છે ત્યારે અર્જુન જવાબ આપે છે, આ જવાબમાં પ્રશ્ર્ન છૂપાયેલો છે. અર્જુનકહે છે, ચંચલં હિ મન: કૃષ્ણ ! પ્રમાથિ બલવદ્રઢમ્. તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્. હે કૃષ્ણ, મન ચંચળ, બળવાન, દ્રઢ અને વિહવળ બનાવી દેનાર છે, તેનું નિયંત્રણ કરવું એ પવનને કાબૂમાં લેવા જેવું મુશ્કેલ કામ છે. કૃષ્ણનો જવાબ સુંદર છે. તે કહે છે, મનનું નિયંત્રણ ખરેખર જ બહ મુશ્કેલ છે પણ, અભ્યાસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. અભ્યાસેન તુ કૌન્તેય. સાવ સીધી ભાષામાં રસ્તો બતાવ્યો છે. અભ્યાસ કરો. અથત્િ મન જે કશું ઘરેડમાં કરે છે તેનાથી અલગ કરતા રહેવાનો અભ્યાસ કરો. મન જે કશું કરે છે તેને જુઓ. મનને જુઓ, મન અલગ દેખાશે એટલે એને ગુલામ બનાવવાનું પણ સંભવ બનશે. તમે મનને કમાન્ડ આપવાનું શ કરો. અત્યાર સુધી એની જ મનમાની ચલાવી, હવે તમારી મરજી ચલાવો. એના કાર્યોને જુઓ. એમાં તમારા ઈચ્છિત ફેરફાર કરો. નિર્ણયને તમારી દ્રષ્ટિથી, અલગ દ્રષ્ટિથી તપાસો. નિર્ણય કઈ રીતે લેવાયો છે તે જુઓ. રોજ અમુક બાબતોમાં મનનું ધાર્યુ ન થવા દો, પોતાનું ધાર્યુ કરો. ધીમે ધીમે તમે માલિક બનતા જશો. પણ, આ પ્રક્રિયાનો મન જોરદાર વિરોધ કરશે, ધ્યાન રાખજો. સૌથી પહેલા તો મનને અલગ જોવાના વિચાર સામે જ મન સવાલ ઉઠાવશે. પછી એ એવું સમજાવશે કે તમે મનને અલગ જુઓ જ છો, તમે નિર્ણય પોતે જ કરો છો, તમે ઘરેડમાં બહ નથી. તમે જે કશું કરો છો તે એકદમ તટસ્થ, સાચું અને સંતુલિત વિચાર કયર્િ પછી જ કરો છો એવું તે તમને બીજા તબકકામાં ઠસાવવાનો પ્રયત્ન કરશે. છતાં પણ તમે પ્રયત્નો ચાલુ રાખશો તો તે તમને બિવડાવશે. તમને આવું કરવાની નિરર્થકતા સમજાવશે. આવું કરવાથી સ્ટ્રેસ ઉભો થાય છે એવું બતાવવા તે નકલી સ્ટ્રેસ પણ ઉભો કરશે. છતાં જો તમે તાબે નહીં થાઓ તો મન પ્રયત્નો છોડી દેશે અને તમને સાથ આપવાનું શ કરશે. કામ લાગે છે બહ સહેલું પણ, છે અતિ કઠિન. શઆત બહ જ સહેલી છે, મનને અલગ થઈને જુઓ. આટલું તો કરી જ શકાશે ને પ્રિય વાચક ?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application