ઘરમાં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે ફળ અને શાકભાજીને આ રીતે ધુઓ

  • May 22, 2020 03:16 PM 306 views


કોરોનાવાયરસથી બચવા માટે સમજદાર લોકો સોશિયલ ડિસ્ટન્સની સાથે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે, તેની સાથે જ હાથને વારંવાર ધોવા તેમજ આંખો તથા ચહેરાને કારણ વિના અડવાની મનાઈ કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે બહારથી મંગાવવામાં આવતી ચીજવસ્તુઓ અને ગ્રોસરી સાથે પણ કોરોના તમારા ઘરમાં ઘૂસી શકે છે. એવામાં જો બહારથી કોઈપણ સામાન લઈ રહ્યા હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

 

 કઈ બાબતોનું ધ્યાન રાખવું

 

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે બહારથી લાવવામાં આવેલી ચીજવસ્તુઓને સૌથી પહેલાં જો સેનિસાઇઝ કરવી જોઈએ. જેનાથી સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો થઇ જાય છે પછી ભલે તે જીવન જરુરિયાતની આઈટમ હોય કે પછી ફળ, ફૂલ અને શાકભાજી દરેક માટે ધ્યાન રાખવું જરૂરી છે.

 

જો ઓનલાઇન ડિલિવરી મંગાવી રહ્યા છો તો સામાન્ય રીતે કેટલાક કલાકો ઘરની બહાર રહેવા દો.

 

બારથી સામાન લઈ લીધા બાદ માત્ર ચીજવસ્તુઓને જ નહીં પરંતુ તમારા હાથને પણ સારી રીતે ધુઓ.

 

જો તમે પોતે સામાન લેવા જઈ રહ્યા હોય તો હું મો પર માસ્ક અને હાથમાં ગ્લોઝ પહેરવાનું ભૂલવું નહીં.

 

બજારમાંથી ફ્રેશ પ્લાસ્ટિક કે ઝબલાનો ઉપયોગ કરવો. જેમા ફળ અને શાકભાજીને ઘરમાં લાવ્યા બાદ શક્ય હોય તો તે બેગ ફેંકી દો. શક્ય હોય તો ઘરેથી જ બેગ લઈને જાવ.

 

દુકાન કિસ્સામાં ખરીદ્યા બાદ રોકડ કે પછી કાર્ડ દ્વારા પેમેન્ટ ન કરો તેની જગ્યા પર ડિજિટલ પેમેન્ટ કરવું સૌથી ઉચિત રહેશે.

 

ફળ અને શાકભાજી કરવાની સાચી પદ્ધતિ

 

પાંદડા વાળા શાકભાજીને થોડી વાર પાણીમાં રાખી દો ત્યારબાદ તેને સારી રીતે હાથથી સાફ કરો અને ચારણીમાં નાંખી બીજી વાર પાણીથી ધુઓ.

 

જમીનની અંદર ઉગતા શાકભાજીમાં માટી લાગેલી હોય છે માટે તેને બ્રશથી રગડીને સાફ કરો ત્યારબાદ તેને હળવા હાથે ગરમ પાણીમાં ધોઈ લો.

 

ફળો અને શાકભાજી ઉપર બેકિંગ સોડા છાંટી અને 15 મિનિટ સુધી એને છોડી દો ત્યારબાદ તેના પર ઉપસ્થિત બેક્ટેરિયા તેમજ વાયરસ દૂર થઈ જશે. ત્યારબાદ તેને પાણી વડે સારી રીતે ધોઈ લો.

 

ત્રણ કપ પાણીમાં સફેદ વિનેગર મિલાવી અને તેમાં પાંદડાવાળા શાકભાજી અને પલળવા દો. 20 મિનિટ પછી તેને બહાર કાઢી અને નળ નીચે પાણી વડે ધોઈ લો. થોડીવાર માટે હવામાં સુકાવા દો તેમજ રસોડામાં ટુવાલ નેપકીન પર રાખી ને સૂકવવા.

 

એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હળદરને ગરમ પાણીમાં મેળવી અને તેમાં ફળ તેમજ શાકભાજીને થોડીક વાર પલાળી દો પછી તેને બહાર કાઢી તેને સાફ પાણીથી ધુઓ.

 

સિંક, સક્રબર, ચોપિંગબોર્ડ કે પછી કિચનના સ્લેબને સારી રીતે વિનેગરની મદદથી સાફ કરો, બજાર જઈને કિચનમાં આવ્યા સુધીમાં જે જે વસ્તુઓ ને હાથ લગાવ્યો છે, તે તમામ ચીજોને જરૂર સાફ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application