વિઘ્નહર્તા શ્રી ગણેશ કઈ રીતે દૂર કરે છે તમામ વાસ્તુદોષ

  • May 21, 2020 03:06 PM 484 views

 

હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરવા માટે સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ શુભ કાર્યમાં આવનારી તમામ બાધાઓને દૂર કરે છે. ભગવાન ગણેશજીની પૂજા કરવી ઘણા બધા વાસ્તુદોષ નિવારણ માટે પણ દર્શાવવામાં આવે છે. શ્રી ગણેશની આરાધના કર્યા વિના
 વાસ્તુ દેવતાઓને સંતુષ્ટ કરી શકાતા નથી.

 

1.જો ઘરના મુખ્ય દ્વાર પર શ્રી ગણેશજીનું ચિત્ર લગાવવામાં આવ્યો છે તો તેની બીજી તરફ વિઘ્નહર્તાને એવી તસવીર લગાવો કે બંને ગણેશજીની પીઠ સામે મળે. આ રીતે વાસ્તુ દોષ દૂર થાય છે.


2.ઘરમાં જે ભાગમાં વાસ્તુદોષ હોય ત્યાં ઘી ના મિશ્રણ કરેલા સિંદૂરથી દિવાલ પર સાથીયો બનાવો. જેના વડે વાસ્તુ દોષ પર પ્રભાવ ઓછો થશે.


3.ઘર કે ઓફિસમાં વક્રતુંડની પ્રતિમા કે તસવીર લગાવી રહ્યા છો તો ધ્યાન રાખજો કે તેનું મુખ દક્ષિણ દિશા કે નૈઋત્ય દિશામાં ન હોય.

4.ઘર કે ઓફિસના મંદિરમાં ગણેશજીની પ્રતિમા કે ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી ધનલાભ થાય છે. ધંધામાં પણ તેનાથી પ્રગતિના દ્વાર ખૂલી જાય છે.


5.ઘરમાં બ્રહ્મસ્થાન એટલે કે કેન્દ્રમાં ઈશાન કોણ તેમજ પૂર્વ દિશામાં સુખ કરતાની મૂર્તિ કે પછી ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે.


6.જો કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો સિંદૂરી રંગના ગણપતિની આરાધના કરો. જો કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો સિંદૂરી રંગના ગણપતિની આરાધના કરો. આ બાબતનું ધ્યાન રાખજો કે તેની સૂંઢ ડાબી બાજુ  વળેલી હોય. એવું માનવામાં આવે છે કે જમણા હાથ તરફ વળેલી સૂંઢવાળા ગણેશજી થતી હોય છે તથા તેમની આરાધના કરવી અઘરી હોય છે.


મંગલમૂર્તિ ગણેશજીને લાડુ અને ઉંદર બંને પસંદ છે. આ માટે ચિત્ર લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે બંને વસ્તુઓ તસવીરમાં જરૂર હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application