જીવન સુખ-સમૃદ્ધિથી રહેશે છલકતું, જો જીવનશૈલીમાં કરશો આ નાનકડા ફેરફાર

  • September 14, 2020 12:20 PM 432 views

ઘણીવાર ઘરમાં સામાન્ય એવા ફેરફાર કરવાથી પણ જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. આજે આવા જ કેટલાક અસરકાર અને જરૂરી ફેરફાર વિશે તમને જણાવીએ છીએ. આ ફેરફાર કરવાથી તમે તમારા જીવનમાં અટકેલી ખુશી, સુખ, સમૃદ્ધિને ફરીથી આમંત્રિત કરી શકો છો. 

 

- રસોડાની વ્યવસ્થા એવી રાખો કે રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ પૂર્વ દિશા તરફ રહે. ભોજન પણ પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવું જોઈએ.

- બાળકો ભણવામાં નબળાં હોય તેમને પૂર્વ દિશાનું મોં રાખીને અભ્યાસ કરવા કહો.

- જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમની રહેવાની વ્યવસ્થા વાયવ્ય ખૂણામાં કરો. 

- રાત્રે સૂતી વખતે માથું હંમેશાં દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રા થાય છે. 

- ઘરમાં ક્યારેક ક્યારેક મીઠાનાં પાણીથી પોતાં કરવાં જોઈએ.આમ કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ પામે છે.

- ઘરનાં પ્રવેશદ્વાર પર ક્યારેય સમજ્યા વિચાર્યા વિના ગણપતિ ન લગાવવા જોઈએ. જો દરવાજો દક્ષિણમુખી કે ઉત્તરમુખી હોય તો જ પ્રવેશદ્વાર પર ગણપતિ લગાવવા.

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application