રેસ્ટોરન્ટ બંધ છે તેવામાં નોંધી લો ઘરે નાન બનાવવાની રીત

  • April 04, 2020 02:59 PM 670 views

 

લોકડાઉનના કારણે રેસ્ટોરન્ટ તો બંધ છે. વળી નાનાથી લઈ મોટા સુધીના બધા જ લોકો ઘરમાં જ હોય છે તેથી રોજ જમવામાં નવી નવી વસ્તુઓની ડિમાન્ડ પણ થતી હોય છે. પંજાબી શાક તો સૌ બનાવી જાણે છે પરંતુ મુશ્કેલી પડે છે નાન બનાવવામાં. તો ચાલો આ મુશ્કેલીને દૂર કરી જણાવી ઘરે નાન બનાવવાની રીત

 

સામગ્રી


મેંદો- 1 કપ
ઈસ્ટ અડધી ચમચી
સાકર અડધી ચમચી
દહીં - 1 ચમચી
ઘી - 1 ચમચી
નમક સ્વાદ અનુસાર
કાળા તલ જરુર અનુસાર 
માખણ સર્વ કરવા માટે

રીત 
સૌથી પહેલા એક વાટકીમાં ઈસ્ટ અને સાકરને હુંફાળા ગરમ પાણીમાં પલાળી 5 મિનિટ ઢાંકી રાખો. હવે અન્ય એક બાઉલમાં મેંદો, નમક સારી રીતે મિક્સ કરી તેમાં ઈસ્ટવાળું મિશ્રણ ઉમેરી, દહીં, ઘી ઉમેરી કણક બાંધો. આ કણક સોફ્ટ રાખવી. 

આ લોટને 30 મિનિટ સુધી ઢાંકી અને રાખી દો. 30 મિનિટ પછી જ્યારે લોટ ફરમેટ થઈ જાય ત્યારે તેમાંથી 10 એક સરખા ભાગ કરી હાથથી જ નાન બનાવી તેની એક તરફ કાળા તલ લગાવી અને રોટલીના તવા પર બંને બાજુ બરાબર શેકી લો. સર્વ કરતી વખતે તેના પર માખણ ચોપડો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application