ઘઉંના લોટમાંથી ઘરે બનાવો પીઝાનો રોટલો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પીઝા એવી વસ્તુ છે નાના બાળકોથી લઈને મોટાઓ સૌ કોઈને ભાવતા હોય છે. પીઝાનો બેઝ એટલે કે મેંદાનો રોટલો યીસ્ટનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. જેથી તેને રોજિંદા વપરાશમાં લેવું એ આરોગ્યની દૃષ્ટિએ સારુ માનવામાં આવતું નથી. પરંતુ હવે ઘઉંના લોટમાંથી પણ પીઝા બનાવી શકાય છે જેથી વાલીઓને ચિંતા કરવાની જરૂર પડતી નથી.

 

સામગ્રી

 

1 1/2 કપ રોટલીનો લોટ

 

ચપટી ખાવાનો સોડા

 

1 નાની ચમચી બેકિંગ પાવડર

 

1 ચમચી ખાંડ 

 

મીઠું સ્વાદ પ્રમાણે

 

1 ચમચી અજમો

 

1 ચમચી મિક્સ્ડ હર્બ્સ

 

1/4 કપ મોળું દહીં

 

3 ચમચી તેલ

 

જરૂર મુજબ પાણી

 

બનાવવાની રીત

 

એક બાઉલ લઇ તેમાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર ખાંડ મીઠું અજમો મિક્સ હર્બસ તેમજ ત્રણ ચાર ચમચી દહીં ઉમેરીને મિક્સ કરી લો.

 

આ મિશ્રણને પાંચથી દસ સેકન્ડ સુધી મિક્સ કરવું, આમ કરવાથી જે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર છે તે એક્ટિવ થશે.

 

હવે તેમાં તેલ ઉમેરી ફરીથી એક મિનિટ માટે મિક્સ કરી લો.

 

સામગ્રી એક બીજા સાથે સરસ રીતે ભળી જાય તે વાતનું ધ્યાન રાખવું, બાકી રહેલું દહીં છે તેને પણ ઉમેરી દેવું.

 


એક બાઉલમાં રોટલીનો લોટ લો તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી અને હાથથી મિક્સ કરી લો.ત્યારબાદ થોડું-થોડું પાણી રેડતા જઈને કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે હાથ માં થોડું તેલ લઈને પાંચ મિનિટ સુધી કોઈ લો આ કણકને 20થી 25 મિનિટ રેસ્ટ આપો.

 

એક કડાઈ અથવા તો તેમાં મીઠું ફરીથી માથા પર ગરમ કરવા મૂકી દો.

 

 પીઝા નીચે કણક તૈયાર કરી છે તેમાંથી નાની નાની સાઈઝના રોટલો વણી લો.

 

 રોટલા વણાઈ જાય એટલે તેમાં કાંટા ચમચીની મદદ થી કાણા પાડી લો.

 

 હવે એક જ સ્ટીલ અથવા એલ્યુમિનિયમની થાળી લો અને ગ્રીસ કરી અને તેમાં એક રોટલો મૂકી માત્ર ત્રણથી ચાર મિનિટ માટે બેક થવા દો.

 

 આજ રીતે બીજી બાજુને પણ શેકીલો. આજ રીતે પીઝાના બધા રોટલા તૈયાર કરી લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS