બાળકો માટે નવા લોકો સાથે વાત કરવામાં સંકોચ થવો એ બહુ સામાન્ય બાબત છે. મોટા ભાગના બાળકો શરૂઆતમાં નવા લોકોને મળતા હોય કે તેમની સાથે વાત કરવાની થાય ત્યારે શરમાતા હોય છે. ઘણી વખત બાળકો તેમના શરમાળ વર્તનને કારણે અથવા તો નવા જ કે અજાણ્યા વાતાવરણમાં સુરક્ષિત ન હોવાને કારણે આ પ્રકારે વર્તન કરતા હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતા અને વાલીઓએ બાળકો પ્રત્યે ખાસ કાળજી લેવી જોઇએ. તેમણે બાળકોને સમજ આપવી જોઇએ. બાળકોને અન્યો સાથે મૈત્રીપૂર્ણ બનવાનું શીખવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે અહીં આપને કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તમારા બાળકોને અન્ય લોકો સાથે સારા સંબંધો બનાવવામાં મદદ કરી શકો છો.
બાળકોને શિષ્ટાચાર શીખવો
સૌ પ્રથમ તો તમે બાળકોને શિષ્ટાચાર શીખવો. બાળકને હંમેશા હેલો અને આભાર જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું શીખવવું જોઈએ. જ્યારે તેઓ કોઈ મોટી વ્યક્તિ કે વડીલો સાથે વાત કરે ત્યારે "તમે" શબ્દનો ઉપયોગ કરે તેમ શીખવવું જોઇએ. જેમાં વડીલોનું સન્માન જાળવવાનો ભાવાર્થ હોવાની સમજણ પણ આપવી જોઇએ. બાળકોને એમ પણ કહો કે તેઓ હંમેશા વડીલોનો આદર કરે અને તેમનું પાલન કરે. વડીલોના આશીર્વાદ લેવાની પરંપરા પણ તેમને શીખવવી જોઇએ.
વાચચીત કરવાનું કૌશલ્ય શીખવો
બાળકો સાથે વાત કરતી વખતે આંખનો સંપર્ક કરી તેમનું ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. બાળકોને પૂછવું જોઇએ કે તેમનો દિવસ કેવો રહ્યો. તેમની સાથે વાતચીત કરવી જોઇએ. તેમની વાતમાં રસ દાખવવો જોઇએ. બાળકોના પ્રશ્નોના ધીરજપૂર્વક જવાબ આપો. તેમની જિજ્ઞાસાને ઉત્તેજીત કરો. ટીવી અને મોબાઈલને બદલે બાળકો સાથે રમો અને તેમને વાર્તાઓ કહો. જેમ-જેમ બાળકો સાથે વાત કરશો તેમ તેઓ પણ વાતો કરતા થશે.
તમારી જાતને અભિવ્યક્ત કરવાનું શીખવો
બાળકો પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરે તે મહત્વનું છે. આ માટે માતા-પિતાએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું જોઈએ. બાળકોને યોગ્ય શબ્દો પસંદ કરીને પોતાની જાતને અભિવ્યક્ત કરવાનું શીખવવુ જોઇએ. જેથી તેઓ તેમની ઈચ્છા અને લાગણીઓને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરી શકે. બાળકને એ સમજણ આપવી જોઇએ કે વાત કઇ પણ હોય ગભરાવાને બદલે પોતાની જાતને અભિવ્યક્ત કરવી જોઇએ, પોતાના મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કરવા જોઇએ. સામેપક્ષે માતાપિતાએ પણ બાળકો જે કહે છે તે સાંભળી અને જરૂર જણાય તે પ્રકારે વર્તન દાખવવું જોઇએ. બાળકોની યોગ્ય કામગીરી માટે પ્રશંસા કરવી જોઇએ અને ભૂલ થઇ હોય તો તે અંગે સમજ આપવી જોઇએ. આનાથી, બાળકના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ સરળતાથી પોતાની વાત વ્યક્ત કરી શકશે.
બાળકોને ધીરજ રાખવાનું શીખવવું
બાળકોએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ બાળકોને આક્રમકતા અને પોતાની વાતને વળગી રહેવા વચ્ચેનો તફાવત સમજાવો. બાળકોમાં આત્મવિશ્વાસ વધારવો જેથી કરીને તેઓ યોગ્ય સમયે મક્કમતાથી પોતાના વિચારો વ્યક્ત કરી શકે. હ્રદયસ્પર્શી શબ્દોનો ઉપયોગ કરવાનું શીખવો. આ સાથે જ પોતાની વાત માટે જીદ્દ કરવી કે ચીસો પાડવી નહીં તેવી સમજ પણ આપવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ લૂંટવા જતાં ટ્રકની અડફેટે આવ્યો બાળક
January 12, 2025 08:34 PMઅમદાવાદમાં 10 દિવસમાં 1091 શ્વાનના માલિકે કર્યું રજિસ્ટ્રેશન
January 12, 2025 08:31 PMઉત્તરાખંડમાં ભયાનક બસ અકસ્માત: 5ના મોત, 17 ઘાયલ
January 12, 2025 08:29 PMક્રિકેટના શોખીનો માટે ખુશખબર, આ તારીખથી શરુ થશે IPL 2025
January 12, 2025 08:27 PMદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech