સતત જણાતી સુસ્તીને આ રીતે કરો દૂર, રીત છે સાવ સિમ્પલ

  • April 07, 2020 11:58 AM 349 views

 

લોકડાઉન છે તેવામાં લોકો ઘરમાં રહે છે અને મોટાભાગના લોકો ઘરમાં ઊંઘવાનું કામ જ કરે છે. સવારે મોડા જાગવું, જમ્યા પછી સૂતા રહેવું, ટીવી જોવું અને રાત્રે ફરી મોડે સુધી ટીવી જોઈ ઊંઘવું. આ દિનચર્યાના કારણે દિવસ દરમિયાન સુસ્તી અનુભવાય છે. આમ થવાનું કારણ શું હોય છે તે ક્યારેય વિચાર્યું છે?

 

આમ થવાનું કારણ છે કે દિવસ દરમિયાન લેવાતો ખોરાક. ઘરમાં હોવાથી નાસ્તા સતત ચાલતા રહે છે અને શારીરિક શ્રમ ન હોવાના કારણે સતત સુસ્તી રહે છે. આવામાં તમને જણાવીએ કે તમારે ખોરાકમાં પણ શું ફેરફાર કરવા જોઈએ જેથી શરીરની સુસ્તી દૂર કરી શકાય.

 

- સૌથી પહેલા તો રિફાઈંડ કાર્બોહાઈડ્રેટથી દૂર રહો.
- એવા નાસ્તા કે પીણા ન પીઓ જેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય.
- વારંવાર કોફી કે ચા ન પીવી. 
- દિવસ દરમિયાન વારંવાર પાણી પીવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application