સેનેટરી પેડ્સ ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • September 15, 2020 12:36 PM 635 views

મહિલાઓને દર મહિને આવતા માસિક સ્ત્રાવના સમયગાળા દરમિયાન ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ સમયમાં ઘણી બધી બાબતોને લઈને મુંઝવણો પણ સતાવતી હોય છે. તેમાંથી એક છે કયા પ્રકારના સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવો તે. ઘણી મહિલાઓને સેનેટરી પેડથી ખંજવાળ, સોજો, લાલ ચકામા પડી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેના લીધે ઈન્ફેક્શન પણ થવાની સંભાવના રહે છે.

 

માસિકના સમયે પ્રાઈવેટ પાર્ટ્સમાં ભીનાશ રહે છે. એવામાં આ ભીનાશ અને પરસેવાનું સંયાજન જગ્યાએ બેક્ટેરીયલ ઈન્ફેક્શનનું કારણ બને છે અને છોલાય જવાની સમસ્યા પણ ઊભી થાય છે. જો સ્કીનના હિસાબે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી પણ બચી શકાય છે.

 

જો તમને માસિકના શરૂઆતના દિવસોમાં વધારે બ્લિડિંગ થતુ હોય તો એક્ટ્રા એબ્ઝોર્પશન વાળા નેપકીન વાપરવા. જો તમને પ્રમાણમાં ઓછું બ્લિડિંગ રહેતુ હોય તો સામાન્ય નેપકીન્સ વાપરી શકાય છે. માસિક સમયે નીકળનારુ લોહી દૂષિત હોય છે, જેના કારણે ઈન્ફેક્શન અને રેશિઝવની સમસ્યા થાય છે. આથી સસ્તાના ચક્કરમાં ક્વોલિટી સાથે ચેડા ન કરવા હિતાવહ રહેશે. તેમજ બને ત્યાં સુધી લાંબા નેપકીનનો ઉપયોગ કરવો. તે બ્લિડિંગને વધારે સુકવવાની સાથે કપડા પર ડાઘ પડવાથી પણ બચાવશે.

 

કોટનનુ બનેલુ નેપકીન શરીરને નુકસાન ન પહોંચડાતુ તેનો ઉપયોગ કરવો. તેમજ સુગંધીદાર નેપકીન ન વાપરવા. તેમાં રહેલા કેમિકલ્સથી રેશિઝ અને ઈન્ફેક્શન થવાની શક્યતા છે. કપડ પરના ડાઘથી બચવા અમુક મહિલાઓ એક કરતા વધારે પેડ્સનો ઉપયોગ કરતી હોય છે. જે શરીર માટે હાનિકારક છે. તેમજ કપડાનો ઉપયોગ ટાળવો. આ સમય દરમિયાન હાઈજીનનું પૂરતુ ધ્યાન રાખવુ અને 5-6 કલાકે નેપકીન બદલતા રહેવું. દિવસ દરમિયાન 3-4 વાર પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરવી. આ સમયે ખલ્લા કપડા પહેરવા અને કોટનના અંડરવેર પહેરવા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application