કોફી લવર્સ માટે જાણવું છે જરૂરી કેટલા કપ કોફી પીવી છે યોગ્ય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોફી એ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. આપણે રોજિંદા જીવનમાં એક થી વધુ વખત કોફી પીએ છીએ.સામાન્ય રીતે કોફીના શોખીન લોકો એક દિવસમાં ૩થિ ૫ કપ કોફી પી જતા હોઈ છે.જે અનુસાર એક વ્યક્તિ દિવસમાં કુલ ૪૦૦ મીલીગ્રામ જેટલી કોફીનું સેવન કરે છે.૨૦૧૫ના એક રીસર્ચ દરમિયાન કોફીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવી હતી. જયારે ૨૦૧૭માં બ્રિટીશ મેડીકલ જર્નલના જણાવ્યા પ્રમાણે કોફીના ફાયદા વધારે છે,અને નુકશાન ઓછુ છે.પરંતુ કોફીના ફાયદા તેની બનાવવાની પદ્ધતિ ઉપર આધારિત હોય છે .જો તમે પણ કોફીના શોખીન હોઈ તો આટલી વાતો તમારા માટે જાણવી ખાસ જરૂરી છે

અમેરિકાની નેશનલ કેન્સર સ્કૂલના સંશોધનકર્તા એરિકા લોફ્ટફિલ્ડે પોતાના રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોફીનો મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી.એટલે કે કોફીના સમાન્ય ઉપયોગથી કોઈના જીવનને ગંભીર અસર થતી નથી. પરંતુ વર્ષોથી લોકોનું એવું માનવું છે કે કોફી કેન્સર થવાનું કારણ બની શકે છે,પરંતુ અમેરિકી એડવાઈઝરી કમિટી દ્વારા કોફીને  હેલ્ધી ડાયટનો ભાગ માનવામાં આવી હતી.આ કમિટીએ કોફીના નોર્મલ યુઝને હેલ્ધી ડાયટનો હિસ્સો ગણાવ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૭માં બ્રિટીશ મેડીકલ જર્નલે કોફીના સામાન્ય ઉપયોગને વધુ ફાયદાકારક અને ઓછી નુકશાનકારક ગણાવી હતી. જયારે બ્રિટિશ મેડિકલ જર્નલના લેખકોએ ૨૦૦  રિસર્ચની સમીક્ષા કરતા લખ્યું છે કે સામાન્ય રીતે કોફી પીનારાઓને હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે.

 

કોફી પીવાના ફાયદા અને નુકશાન 


 - કોફી માટે ઘણા લોકો એડીક્ટ થઇ જતા હોઈ છે.તેના માટે હમેશા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એક સર્વે અનુસાર એક દિવસમાં ત્રણથી પાંચ કપ કોફી પીવાથી ડાયાબીટીસ થવાનું જોખમ ઓછુ થાય છે. જયારે કોફીના ઉપયોગથી શરીરમાં પોલિફેનલ બની શકે છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે જે કોફીનું સૌથી ફાયદાકારક પાસું છે.


 -વધારે કોફી પીવાથી શું નુક્સાન થાય છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ 
જે મહિલાઓ ગર્ભવતી છે તેમના માટે કોફી નુક્સાનકારક છે, આ વાત અનેક રિસર્ચમાં સામે આવી ચૂકી છે. કોફીનાં સેવનથી શરીરમાં કૈફીનની માત્રા વધે છે, જે ગર્ભમાં રહેલા બાળક માટે યોગ્ય નથી.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS