કેવી છે સદીના મહાનાયકની વર્તમાન જીવનશૈલી, જાણીએ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અમિતાભ અને જયા બચ્ચન બોલિવૂડના સ્ટાર દંપતી માંથી એક છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન હાલ ખૂબ જ વૈભવી જીવનશૈલી જીબી રહ્યા છે તેમની પાસે નવ લાખની કીમતી બેન છે જ્યારે અમિતાભ અને જયા બંનેને ઘડિયાળનો ખૂબ જ શોખ છે. અભિતાભ પાસે 3.4 કરોડની ઘડિયાળ છે. ચાલો જાણીએ કે કેવી વૈભવી જીવનશૈલીની ચીજવસ્તુઓ તેઓ વપરાશ કરે છે.

 

અમિતાભ અને જયા બચ્ચન મોંઘી ઘડિયાળનો ઘણો શોખ છે ત્યારે જયા બચ્ચન પાસે 51 લાખ સુધીની કિંમતની ઘડિયાળનનું કલેક્શન છે. અમિતાભ બચ્ચન 3.4 કરોડ સુધીની ઘડિયાળ કરે છે એટલું જ નહીં બન્ને પાસે કરોડોની જ્વેલરી પણ છે જેની કિંમત 62 કરોડ આસપાસ છે. વર્ષ 2015માં ફોર્સના જણાવ્યા પ્રમાણે અમિતાભની સંપતી 33.5 મિલિયન ડોલર હતી.

 

જયા અને અમિતાભ બંને પાસે મળી અને કુલ ૧૨ ગાડીઓ છે જેની કિંમત 13 થી 14 કરોડ આસપાસ થાય છે. જેમાં પોર્ષ, રેન્જ રોવર સિવાય એક ટાટા નેનો અને એક ટ્રેક્ટરનો પણ સમાવેશ થાય છે.

 

જયા અને અમિતાભ પાસે નોઈડા, ગાંધીનગર, પુના, અમદાવાદ, ભોપાલ સહિતના શહેરોમાં પોતાની પ્રોપર્ટી છે. જયા બચ્ચન પાસે લખનઉ અને અમિતાભ પાસે બારાબંકી મા ખેતી જમીન પણ આવેલી છે. એટલું જ નહીં ભોપાલમાં આવેલી ખેતીની જમીનની કિંમત ૩૫ કરોડ રૂપિયાની છે જ્યારે કાકોરીમાં આવેલી જમીન 2 કરોડ 25 લાખ રૂપિયાની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS