ઘણી વખત આપણા ઘરોમાં સિગ્નલના અભાવને કારણે આપણને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે તે જ ઇન્ટરનેટ એરોપ્લેનમાં સરળતાથી કેવી રીતે કામ કરે છે?
આજના સમયમાં ઈન્ટરનેટ દરેક માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે ઘણી ઊંચાઈએ હોઈએ છીએ અથવા સિગ્નલથી દૂર હોઈએ છીએ, ત્યારે આપણને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો ક્યારેય વિમાનમાં મુસાફરી કરી હોય, તો શું ક્યારેય વિચાર્યું છે કે એરોપ્લેનમાં ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે અને જો હા, તો કેવી રીતે?
શું એરોપ્લેનમાં ઇન્ટરનેટ કામ કરે છે?
જ્યારે કોઈ વિમાન એવા વિસ્તારો પરથી પસાર થાય છે જ્યાં માનવીય પ્રવૃત્તિ સામાન્ય હોય છે, ત્યારે ત્યાં સ્થાપિત નજીકના ટાવર દ્વારા વિમાનમાં લગાવેલા એન્ટેનામાંથી સિગ્નલ પ્રાપ્ત થાય છે. આ કારણે વિમાનમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ઊંચાઈ પર કે પર્વતીય અને મધ્ય સમુદ્રી વિસ્તારોમાં જમીન પર સ્થાપિત ટાવરમાંથી સિગ્નલ મેળવવું શક્ય નથી.
આ સિવાય એરોપ્લેનમાં ઈન્ટરનેટ સિગ્નલ મેળવવાની બીજી ટેકનિક છે. વાસ્તવમાં આ સુવિધા કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેના દ્વારા જમીન પર ઇન્ટરનેટ સહિતની તમામ કોમ્યુનિકેશન સિસ્ટમ સરળતાથી ચાલે છે. જેના કારણે પ્લેનમાં ઈન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સ્પીડ ઓછી હોય છે
જો કે ઈન્ટરનેટ સ્પીડ જે જમીન પર મળે છે તે હવામાં ઉડતા વિમાનમાં મળતી નથી. જો કે ભવિષ્યમાં લોકોને ફ્લાઈટમાં પણ સારું ઈન્ટરનેટ મળી રહે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે જેથી હવામાં ઉડતા પ્લેનમાં પણ ઈન્ટરનેટની મદદથી થતા કાર્યો આરામથી કરી શકો.ઘણા દેશોમાં અત્યારે પણ લોકોને એરોપ્લેનમાં સારી ઇન્ટરનેટ સુવિધા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech