લોક ડાઉન વચ્ચે પણ પોલીસ કઈ રીતે કરે છે પોતાની ફરજ અદા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની વૈશ્વિક મારામારી વચ્ચે ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાના ભયને લઈને લોકો બહાર નીકળતા પણ એટલા ડરે છે. ત્યારે દેશમાં આ ભયંકર મારામારી વચ્ચે પણ પોલીસ કર્મીઓ, ડોક્ટર્સ, મીડિયા કર્મીઓ ખડેપગે રહે છે. પોતાના જીવનની, પોતાના પરિવારની પરવાહ કર્યા વગર આ તમામ લોકો જનતા ની સેવામાં હંમેશા તત્પર હોય છે. એમાં પણ જો વાત કરવામાં આવે પોલીસ કર્મીઓની... તો પોલીસને પ્રજાનો મિત્ર ગણવામાં આવે છે. પણ શું તમે પોલીસને તમારા મિત્ર માનો છો ? કદાચ આ વાક્ય ફક્ત કહેવા ખાતર કહેવામાં આવે છે. ઘણા લોકોને પોલીસ કર્મીઓ પ્રત્યે એક અલગ જ રોષ હોય છે. એ ગમે ત્યાં રોકે, દંડા મારે, દંડ કરે ને ઘણી વાર તો ઉઠક બેઠક કરાવે. પણ શું તમે વિચાર્યું છે આ બધું કોના માટે ? આ બધી બાબતમાં પોલીસનો કોઈ જાતનો સ્વાર્થ રહેલો હોતો નથી. એમને ચિંતા હોય છે તમારી, તમારા પરિવારની. એટલે જ પોલીસ સતત સુરક્ષા માટે હાજર રહે છે. 

ત્યારે હાલના જ એક કિસ્સાની વાત કરીએ તો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુસ્તાક ચૌહાણ એ.એસ.આઇ.ના સગા નાનાભાઈ હબીબ ચૌહાણનું ગઈ કાલે જ અવસાન થયું. સરાહનીય બાબત તો એ કહી શકાય કે હજી કાલે મુસ્તાક ભાઈના નાના ભાઈનું અવસાન થયું અને આજે સવારે તો તે ફરજ પર હાજર હતા. ખરેખર, મુસ્તાક ભાઈની પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતી સેવા સરાહનીય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS