કેવી રીતે મળ્યો શ્વેતા તિવારીને કસૌટી જિંદગી કીમાં પ્રેરણાનો રોલ ? એકતા કપૂરે તેનું ભાગ્ય બદલી નાખ્યું

  • January 02, 2025 12:41 PM 

શ્વેતા તિવારી લોકપ્રિય ટીવી સ્ટાર છે. કસૌટી ઝિંદગી કી શોએ તેને દરેક ઘરમાં લોકપ્રિય બનાવી દીધી હતી. દરેક જગ્યાએ શ્વેતા તિવારીની ચર્ચા થઈ રહી હતી. તે પ્રેરણાના રોલ માટે જાણીતી છે. આજે પણ ચાહકો તેને પ્રેરણા કહે છે. આ શો 2001માં શરૂ થયો હતો અને 2008 સુધી ચાલ્યો હતો. આ શો એકતા કપૂરે બનાવ્યો હતો. શ્વેતા તિવારીએ જણાવ્યું કે તેને કસૌટી જિંદગી કીમાં પ્રેરણાનો રોલ કેવી રીતે મળ્યો.



શ્વેતા તિવારીને કેવી રીતે મળ્યો રોલ?

શ્વેતાએ કહ્યું કે એકતા કપૂરે તેની સાથે એક મજાક કરી હતી જેના કારણે તે ડરી ગઈ હતી. પરંતુ પછી તેને એકતાના શોમાં લીડ રોલ મળ્યો.



શ્વેતાએ જણાવ્યું કે તેને આને કા પલ, કર્મ અપના અપના અને કહીં કિસી રોજ જેવા શોમાં કામ કર્યું છે. એકતા કપૂરે એક અઠવાડિયા સુધી તેની ભૂમિકાઓ જોઈ. એકતા શ્વેતાને મળવા અને સેટ પર મોડી કેમ આવે છે તે વિશે વાત કરવા માંગતી હતી. શ્વેતાએ જણાવ્યું કે તે સમયે પલકનો જન્મ થયો હતો અને તેના કારણે તેનાથી મોડું થતું હતું.


એક ઈન્ટરવ્યુમાં શ્વેતા તિવારીએ કહ્યું, 'એક દિવસ એકતાએ કહ્યું કે શ્વેતાને મારી કેબિનમાં મોકલો. મારે તેની સાથે વાત કરવી છે. તે સેટ પર મોડી નહીં આવી શકે, આવી રીતે નહિ ચાલે. તેથી હું તેને પેક-અપ પછી મળવાથી ડરતી હતી. રાતના 9.30-10 થયા હતા અને તે સોફા પર બેઠી હતી. હું ડરી ગઈ હતી કારણ કે હું નવી હતી.  એકતાએ કહ્યું- 'મેં સાંભળ્યું છે કે તુ મોડી આવે છે. તું શું વિચારે છે ? અમે તારી રાહ જોઈશું? અને પછી એકતા હસવા લાગી અને કહ્યું કે તે મને કસૌટી જીંદગી કી ઓફર કરવા માંગે છે. 'પ્રેરણા એ મારું સ્વપ્ન છે. હું ઈચ્છું છું કે તુ એ કિરદાર નિભાવે. તેણે મને પૂછ્યું કે શું હું તે કરી શકીશ અને મને મોડું ન કરવા કહ્યું. આ રીતે મને પ્રેરણાનો રોલ મળ્યો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application