ફાયર સેફટી મામલે શાળાઓ બાદ હવે હોસ્પિટલો તંત્રની રડારમાં

  • March 12, 2021 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં ફાયર સેફટીના મામલે 6 હોસ્પિટલને સીલ કરતા પૂર્વે આખરી નોટીસ ફટકારતું તંત્ર

 

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી મુદ્દે કડકાઈ શરૂ કરવામાં આવી છે જેમાં 5 શાળાઓને સીલ માર્યા બાદ હવે હોસ્પિટલ સંચાલકોને સાણસામાં લેવા તંત્રએ કમર કસી ગુરુવારે 6 હોસ્પિટલોને ફાયર સેફટી વસાવી લેવા આખરી નોટીસ પાઠવી હતી. હવે સીધી સિલિંગ કાર્યવાહી થશે. 

 

 

ભાવનગર શહેરમાં ગુરૂવારે મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીના મામલે વિઠ્ઠલવાડી રોડ પર આવેલ મહેતા હોસ્પિટલ, ઓમ નર્સીગ એન્ડ આઈસીયુ કેર હોસ્પિટલ, ડો. શૈલેષ જાની, ડો. શીતલ પરીખ (બંને હોસ્પિટલ સુર્યદીપ), ડો. બકુલ મહેતા (માધવદીપ), ડો. મીતુલ દોશી (અનમોલ પ્લાઝ, વાઘાવાડી રોડ) વગેરે હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસમાં જણાવેલ સમય દરમિયાન ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરી દેવાના રહેશે અને જો આ સમયગાળા દરમિયાન ફાયર સેફટીના સાધનો નહી વસાવાય  તો હોસ્પિટલને સીલ મારવામાં આવશે. 

 

 

અગાઉ નોટીસ આપી હોય અને ફાયર સેફટીના સાધનો વસાવ્યા હોય તેવા બિલ્ડીંગને સીલ મારવાની કામગીરી પણ શરૂ છે. ફાયર સેફટીની બાબતે નોટીસ આપ્યા બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે તેથી સબંધીતોમાં ફફડાટ ફેલાયો છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS