ઈન્ડોર સ્ટેડિયમમાં હોસ્પિટલ, રેસકોર્સમાં ડોમ બનાવાશે

  • April 15, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાનું મહાભયાનક સ્વપ સામે આવ્યું હોય અને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઈ જતાં હવે કોરોનાગ્રસ્તો માટે તાત્કાલીક અસરથી વધારાના બેડ ઉપલબ્ધ બનાવવા મહાપાલિકાતંત્રએ પ્રયાસો હાથ છે જેના ભારૂગપે ગત મોડીસાંજે મેયર ડો.પ્રદીપ ડવે આઈ.એમ.એ. બિલ્ડર્સ એસોસિએશન, આર્કિટેકટ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, વિવિધ જીઆઈડીસીઓના ઉદ્યોગપતિઓને સાથે રાખીને રેસકોર્સ સંકૂલ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમની વિઝિટ લીધી હતી અને ત્યાં આગળ ઓક્સિજન સાથેની હોસ્પિટલ બનાવવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય કોમ્યુનિટી હોલમાં પણ હંગામી ધોરણે હોસ્પિટલો ઉભી કરવામા આવનાર છે પરંતુ ઈન્ડોર સ્ટેડિયમમાં ઓક્સિજન પાઈપલાઈન નાખી શકાય તેમ હોય ત્યાં આગળ પ્રાયોરિટીના ધોરણે કામ હાથ ધરાયું છે.

 


વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાના કેસ વધતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સાથે ચચર્-િવિચારણા કયર્િ બાદ તેમના માર્ગદર્શન હેઠળ ઈન્ડોર સ્ટેડિયમની વિઝિટ કરી હતી અને ત્યાં આગળ હંગામી હોસ્પિટલ બનાવવાની દિશામાં આયોજન શ કરવામાં આવ્યું હતું. ઈન્ડોર સ્ટેડિયમની વિઝિટ વેળાએ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પરેશભાઈ ગજેરા, આર્કિટેકટ દિલીપભાઈ લાડાણી, રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ, મેટોડા જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ, ગોકુલ હોસ્પિટલના ડો.કરમટા તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ સહિતનાઓને સાથે રાખીને ઈન્ડોર સ્ટેડિયમની વિઝિટ કરી હતી. હાલમાં ઈન્ડોર સ્ટેડિયમના બિલ્ડિંગ પ્લાનનો અભ્યાસ કરી તેમાં કઈ રીતે ઓક્સિજન લાઈનનું નિમર્ણિ કરવું તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. હાલમાં હોસ્પિટલ સાથેના બેડની ખાસ જરિયાત હોય ઈન્ડોર સ્ટેડિયમમાં ઓક્સિજન લાઈન યુધ્ધના ધોરણે નિમર્ણિ કરાશે.

 


મેયરે ઉમેર્યું હતું કે, ઈન્ડોર સ્ટેડિયમમાં તેમજ અન્ય કોમ્યુનિટી હોલમાં હોસ્પિટલોનું નિમર્ણિ કરવા તૈયારી ચાલી રહી છે પરંતુ જો જર પડે તો રેસકોર્સ મેદાનમાં પણ મેડિકલ સુવિધા સાથેના ડોમ તાત્કાલીક ધોરણે ઉભા કરવાનું આયોજન તૈયાર રાખવામાં આવ્યું છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય અને હોસ્પિટલોમાં જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાય તો કોરોનાગ્રસ્તોને હાલાકી ન પડે તે માટે તમામ જરી તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS