ઘોડા ડોકટરે લાખોની દવાઓ રાજકોટમાંથી જ ખરીદી હતી

  • September 07, 2021 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ફાર્મા કંપની પાસેથી ચાર વર્ષ પહેલા મોટો જથ્થો ખરીધો અને એકસપાયરી ડેટનો થયો
 


રાજકોટના ઢેબર કોલોની શ્રમજીવી સોસાયટીમાં ગોડાઉન તથા પોતાના કિલનિક પરથી લાખોની કિંમતના એકસપાયરી ડેટની દવાઓ, સપ્લિમેન્ટરી સાથે પકડાયેલા ઘોડા ડોકટર પરેશ હીરાલાલ ચોવટિયા (ડો.પરેશન પટેલ)એ લાકોની દવાનો આ જથ્થો રાજકોટની જ ફાર્મા કંપની પાસેથી ત્રણ વર્ષ પહેલા ખરીદ કર્યેા હતો જે એકસપાયરી ડેટનો થઈ જતાં અલગ સ્ટીકર્સ બનાવીને આ જથ્થો બજારમાં દર્દીઓ કે અન્યોને વહેચવા માટે વહેતો મુકયો હતો. જો કે, રોકડી કરે એ પહલા જ એસઓજીએ પર્દાફાશ કરી નાખ્યો હતો. રિમાન્ડ પર રહેલા પરેશે તેને ખરીદેલી કે લીઝ પર મેળવેલી કરોડોની પ્રોપર્ટીનું પેમેન્ટ કઈં રીતે કરાયુ તેનો તાળામેળ પણ પોલીસે મેળવવા તજવીજ હાથ ધરી છે.

 


ચાર દિવસ પહેલા ગોડાઉન–કિલનિક પર છાપો મારીને એકસપાયરી ડેટનો જથ્તો એસઓજીએ કબજે લઈ એફિડેવિટ કરાવી નામ આગળ ડોકયર લખાવનાર પરેશ પટેલની પીઆઈ વાય.આર.રાવલ તથા ટીમે પૂછતાછ અને તપાસ હાથ ધરતા એક પછી એક કારસ્તાન બહાર આવવા લાગ્યા હતા. પરેશે એકસપાયરી ડેટની દવાઓ પર અન્ય કંપનીના સ્ટીકર બનાવી એ દવાઓ ફરી વેચવાનું કૌભાંડ આદર્યુ હતું.

 


બસપોર્ટ પર કિલનિક તેમજ અન્ય સ્યોક લાઈસન્સ બાબતે તપાસમાં પરેશે જરૂરી પરવાના તેની પત્ની રીનલના નામના મેળવ્યા હોવાનું ખુલતા પત્ની પણ ફસાઈ હતી. સ્ટીકર પ્રિન્સ કઢાણિયાએ છાપી આપ્યા હતા અને જે કંપનીના સ્ટીકર્સ હતા તેને અને આ દવાઓની પ્રોડકટને કોઈ લેવા દેવા ન હતા. જેથી ગુનો નોંધી ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવાઈને તપાસ આગળ ધપાવાઈ હતી.

 


પરેશે દવાનો જથ્થો રાજકોટની રૂપીન ફાર્મા કંપનીમાંથી ૨૦૧૮ની સાલમાં અને એ સમયગાળા દરમિયાન ઓશો મેડિકેરના નામે ખરીદ કર્યેા હતો. જે જથ્થો ૧૯૨૦માં કોરોનાને લઈને લોકડાઉન અને અન્ય કારણોસર વેચાઈ શકયો ન હતો અને કેટલોક જથ્થો મુદત વીતી જતાં એકસપાયરી ડેટનો થઈ ગયો હતો જો તેનો નાશ કરે તો લાખોની ખોટ જાય જેથી તુક્કો લડાવીને આ જથ્થા પર અન્ય બ્રાન્ડ અને દવાઓમાં ટાઈમ લીમીટ વધારીને એવા લેબલ નવા બનાવીને લગાવી દીધા હતા. લોગો, નંબર પણ અન્ય કંપનીનો નાખી દીધો હતો.

 


પોલીસ દ્રારા જયાંથી દવાનો જથ્થો ખરીદ કરાયો તે રૂપીન ફાર્મા કંપનીના જવાબદારોને પણ પૂછતાછ માટે તેડુ મોકલાયું છે. આ ઉપરાંત ગુનાના કામે પરેશને ત્યાં કિલનિક પર નોકરી કરનારા આયુર્વેદિક તબીબ ઉપરાંત કમ્પાઉન્ડર અને અન્ય કર્મચારીઓની પણ ફેર તપાસ કે પૂછતાછ કરાશે.

 


જેમા પરેશ નવા બસપોર્ટ પર ચાર દુકાન એક બનાવી કિલનિક, હોસ્પિટલ ચલાવતો હતો એ ઉપરાંત બસપોર્ટમાં કુલ ૧૩ દુકાન ૯૯ વર્ષના લીઝ પર રાકી હોવાની અને ત્યાં સારવાર કે અન્ય વ્યવસાયના નામે મોટુ કમઠાણ કરવાનો હતો એ પહેલા જ ભાંડો ફટયો હતો. તપાસનીસ પોલીસે ૧૩ દુકાનો લીઝ પર મેળવી તે પ્રોપર્ટીધારક પાસેથી ખરીદ કરી કે ડાયરેકટ બિલ્ડર પાસેથી તેની વિગતો મેળવવા અને કઈં રીતે નાણા ચૂકવ્યા તેની પણ પૂછતાછ હાથ ધરી છે.

 


પીઆઈ રાવલના કહેવા મુજબ નાણાકીય વહીવટ કઈં રીતે થયો? કેટલા ચૂકવ્યા? કેટલામાં મિલકતોનો સોદો થયો? નાણા ચુકવ્યા કે કેમ? તે વિશે મિલકત વેચનારા જવાબદારને નોટિસ આપીને તેઓનું પણ નાણાકીય વ્યવહાર કઈં રીતે અને કેટલો થયો તેની વિગતો મેળવાશે.

 

 

હળદળનું પેકેટ લઈ આવીને કંપનીના સિરિયલ નંબર ચડાવ્યા
પરેશ પોતાની આયુર્વેદિક દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટર કે ચ્યવનપ્રાસ નામની કે અન્ય આવી ખાધ પ્રોડકટસ વેચતો હતો તેમાં એફએસએસએઆઈ નંબર હતા તે નંબર લોગો પોલીસ તપાસમાં કોટડાસાંગાણીના રામોદની વ્રજરાજ ઓર્ગેનિક નામે ખાધ ચીજ બનાવતી પેઢીના હોવાનું ખુલ્યું હતું. બેચ સિરિયલ નંબર કઈં રીતે આ કંપનીના જ લીધા કે મેળવ્યા તે વિશે પરેશે કહ્યું કે પોતે હળદળનું એક પેકેટ લાવ્યો હતો અને તેના પર એફએસએસઓઆઈ નંબર હતા તેનો ઉપયોગ પોતાની દવા પ્રોડકટસમાં કરવા લાગ્યો હતો. વ્રજરાજ ઓર્ગેનિકસ નામે હળદળ બનાવતી પેઢી ગ્રામ્ય વિસ્તારમાં હોવાની કોઈને બેચ નંબર ખ્યાલ નહીં પડે તેવો ઘોડા ડોકટરનો તુક્કો હતો અંતે ભાંડો ફટતા ફસાયો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS