'આવી' ફિલ્મો જોશો તો ફટફટ ઉતરશે વધેલું વજન, રીસર્ચમાં થયો ખુલાસો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કેટલાક લોકો રાત્રે એકલામાં ભયાનક ફિલ્મો જોવાનું પસંદ કરે છે. કેટલાક લોકો એટલા બધા ડરી જાય છે કે આ રીતે ફિલ્મ એક વાર જોયા બાદ તેનાથી તોબા કરી લે છે. પરંતુ કોઈ તમને એમ કહે કે ડરામણી ફિલ્મ જોયા પછી તમારું વજન ઓછું થઈ શકે છે, તો કદાચ વજન ઓછું કરવાના શોખીન લોકો ડરતા ડરતા પણ તેને નિહાળશે.


વેસ્ટર્ન યુનિવર્સિટીના એક સંશોધન પ્રમાણે દરરોજ એક હોરર ફિલ્મો જોનારા  લોકોની 113 કેલેરી બર્ન થાય છે. આ ટલી કેલેરી તમે અડધા કલાકના વોક કરવાથી ઘટાડી શકો છો તેટલી તમે એક હોરર મુવી જોઈને પણ ઓછી કરી શકો છો.

 

સંશોધનમાં જણાવ્યા પ્રમાણે જેટલા વધારે ભયાનક મુવી જોશો તેટલું તમારું વજન ઝડપથી ઘટે છે, શરત માત્ર એટલી છે કે આ મુવી નિહાળતી વખતે તમે તળેલી કે વજન વધારનારી કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન નહીં કરશો.


જો તમે થોડા નબળા હૃદયના માલિક હોય તો પોતાના મિત્ર અને પરિવાર સાથે બેસીને આ મૂવી નિહાળો તો યોગ્ય ગણાશે.

 


ટ્રાન્સ ફેટ એટલે કે પેકેજ ફૂડ થી બની શકે તેટલા દૂર રહો, આ સિવાય સોડા, કોલ્ડ્રિંક્સ અને પેકેજ ફૂડ કે પછી જ્યુસનું સેવન પણ ખૂબ જ ઓછું કરો તેનાથી પણ તમારું વજન ઝડપથી ઓછું થવા લાગે છે.

 

અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહી અને માત્ર ફળાહાર લઈ ડાયટ અને ફોલો કરો, અને એક દિવસ માત્ર ફળને જ આરોગો, ફળ સિવાય તમે સૂકામેવામાં બદામ અખરોટ વગેરે દ્વારા પણ પોતાની ભૂખને ઘટાડી શકો છો.

 


પરંતુ ધ્યાન રહે કે તમારે ફળોનું જ્યુસ નથી પીવાનું, જ્યૂસ પીવા ના કારણે લોહીમાં શર્કરાની માત્રા વધી જાય છે, જે તમારું વજન વધારવા માટે નિમિત્ત બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS