રોજગારનું ભયાનક ચિત્ર: શહેરોમાં ૧૦માંથી ૮ લોકોએ નોકરી ગુમાવી

  • July 31, 2020 11:18 AM 997 views

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સર્વે બાદ દેશમાં રોજગારના મોરચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સર્વેમાં જણાવ્યા અનુસાર દેશમાં બે તૃતિયાંશથી વધુ લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે અને અત્યારે તેઓ બેરોજગારીમાં જીવન પસાર કરી રહ્યા છે. આ બધામાં સૌથી ખરાબ હાલત શહેરી ક્ષેત્રમાં જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં ૧૦માંથી ૮ લોકોનો રોજગાર ચાલ્યો ગયો છે એટલે કે ૮૦ ટકા લોકો બેરોજગાર થયા છે. યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનો આંકડો થોડો ઓછો છે. અહીં અંદાજે ૫૭ ટકા લોકો પ્રભાવિત થયા છે એટલે કે ૧૦માંથી ૬ લોકોનો રોજગાર છીનવાયો છે. કોરોના લોકડાઉનને કારણે મોટી કંપનીઓનું કામકાજ ઠપ્પ થયું છે એટલુ નહીં તેના સહારે ચાલી રહેલા સ્વરોજગારના તમામ વેપાર પણ બધં થઈ ગયા છે.


૮૦ લાખ લોકોએ પીએફમાંથી ૩૦ હજાર કરોડ કાઢી લીધા
કોરોના મહામારીને કારણે નોકરી ચાલી જતાં અને બેરોજગારી વધવાને કારણે છેલ્લા ચાર મહિનામાં ઈપીએફઓ ખાતાધારકોએ પોતાના ખાતામાંથી ૩૦ હજાર કરોડ રૂપિયા કાઢી લીધા છે. ૩૦ લાખ ખાતાધારકોએ ૮ હજાર કરોડ તો ૫૦ લાખ ખાતાધારકોએ ૨૨૦૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.


મ્યુચ્યુઅલ ફંડમાંથી પણ પૈસા ઉપડવા લાગ્યા
કોરોના સંકટને કારણે સામાન્ય લોકો પૈસાની તંગીને દૂર કરવા માટે મચ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાની જમા રકમ ઝડપથી કાઢી રહ્યા છે. એમ્ફીના ડેટા અનુસાર ઈકિવટી મ્યુચ્યુઅલ ફંડમાં એપ્રિલ, મે, જૂન અને જૂલાઈમાં રોકાણ દર મહિને ઘટયું છે અને જમા રોકાણમાં જોરદાર કડાકો બોલ્યો છે. જૂલાઈ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાંથી ૧૦ અબજ રૂપિયા નીકળ્યા છે.


બચતમાં થઈ રહેલો સતત ઘટાડો
રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર ૨૦૦૭–૦૮ બાદથી ભારતીયોની બચતમાં સતત ઘટાડો આવ્યો છે.૨૦૦૭માં કુલ બચત આવકની ૩૬ ટકા હતી જે ૨૦૧૨માં ૩૪.૬ ટકા થઈ ગઈ છે અને પછી ૨૦૧૯ આવતાં આવતાં ૩૦.૧ ટકા થઈ ગઈ છે જેની ખરાબ અસર અર્થવ્યવસ્થા ઉપર પડી છે.


ગોલ્ડ લોનનું ચલણ વધ્યું
મુથૂટ ફાયનાન્સના જણાવ્યા અનુસાર કોરોના સંકટ વચ્ચે સોનું ગીરવે મુકીને લોન લેનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર કોરોના સંકટને કારણે વાર્ષિક કારેબારમાં પાંચથી દસ ટકાનો વધારો આવી શકે છે. મણપ્પુરમ ફાયનાન્સે પણ કહ્યું છે કે તેનો ગોલ્ડ લોનનો કારોબાર ઝડપથી વધ્યો છે.


જૂની કાર બની લોનનું માધ્યમ
કોરોના વાયરસને કારણે કાર વેચનારાની સંખ્યા બમણી થઈ જવા પામી છે જેનું કારણ એ છે કે લોકો રોકડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આ ચિત્રને ધ્યાનમાં રાખી ઓનલાઈન ખરીદ–વેચાણના પ્લેટફોર્મ કાર્સ–૨૪એ કાર માલિકોને જૂની કાર ઉપર લોન આપવાની યોજના અમલી બનાવી છે.


ક્રેડિટકાર્ડ પર ચાલી રહેલા ઘરખર્ચા
કોરોનાને કારણે લોન લેનારાની સંખ્યામાં બેફામ વધારો થયો છે. સૌથી વધુ તેજી પર્સનલ લોનમાં આવી છે. બીજા નંબરે ક્રેડિટ કાર્ડ છે. માર્ચ પહેલાં ક્રેડિટ કાર્ડથી બહુ ઓછા લોકો ખરીદદારી કરતાં હતી જે સંખ્યા હવે ત્રણ–ચાર ગણી થઈ જવા પામી છે. એકંદરે ઘરખર્ચ ચલાવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી ગયો છે.


લોનના હા ચૂકવવાનું થયું બંધ
રિઝર્વ બેન્કના અહેવાલ અનુસાર બેન્કોનું કું લોનની ૫૦ ટકા લોન મોરેટોરિયમમાં ચાલી ગટું છે. આ કુલ બેન્ક ગ્રાહકોના ૫૫ ટકા છે જે દર્શાવે છે કે બેન્ક લોન ચૂકવવામાં ગરીબ અને મધ્યમવર્ગની મોટી વસતી હજુ સક્ષમ નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application