વર્ષ 2024માં ઘર મેળવવાનું સપનું વધુ મોંઘું થઈ ગયું છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં સકારાત્મક ભાવનાને કારણે, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, દેશના ટોચના 8 શહેરોમાં મકાનોના ભાવમાં વાર્ષિક સરેરાશ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં, બેંગલુરુમાં મકાનોની કિંમતોમાં 19 ટકા અને દિલ્હી એનસીઆરમાં 16 ટકાનો વધારો થયો છે.
CREDAI – Colliers – Liases Foras એ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે હાઉસિંગ પ્રાઇસ-ટ્રેકર રિપોર્ટ Q1 2024 બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં બેંગલુરુ, દિલ્હી, અમદાવાદ અને પુણેમાં ઘરની કિંમતો ડબલ ડીજીટમાં વધી રહી છે. જો આપણે 2023 ના ચોથા ક્વાર્ટર અને 2024 ના પહેલા ક્વાર્ટર વચ્ચેના ભાવની સરખામણી કરીએ તો માત્ર એક ક્વાર્ટરમાં જ ઘરની કિંમતોમાં 2 થી 7 ટકાનો ઉછાળો આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, 2023ના પ્રથમ ક્વાર્ટરમાં દિલ્હી NCRમાં ઘરોની સરેરાશ કિંમત રૂ. 8,432/ચોરસ ફૂટ હતી, જે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 16 ટકા વધીને રૂ. 9,757/ચોરસ ફૂટ થઈ ગઈ છે. બેંગલુરુમાં, ઘરની કિંમતોમાં સૌથી વધુ 19 ટકાનો વધારો થયો છે અને 2023ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 8,748/ચોરસ ફૂટથી વધીને રૂ. 10,377/ચોરસ ફૂટ થઈ ગયો છે. પુણેમાં, ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કિંમત રૂ. 8,352/ચોરસ ફૂટ હતી, જે 13 ટકા વધીને રૂ. 9,448/ચોરસ ફૂટ થઈ છે. અમદાવાદમાં પણ એક વર્ષમાં કિંમતોમાં 13 ટકાનો વધારો થયો છે અને 2023ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 6,324/ચોરસ ફૂટથી વધીને રૂ. 7176/ચોરસ ફૂટ થયો છે.
હૈદરાબાદમાં સરેરાશ કિંમત રૂ. 10,410/ચોરસ ફૂટથી 9 ટકા વધીને રૂ. 11,323/ચોરસ ફૂટ થઈ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં, કિંમત રૂ. 19,219/ચોરસ ફૂટથી 6 ટકા વધીને રૂ. 20,361/ચોરસ ફૂટ થઈ છે. ચેન્નાઈમાં, તે 4 ટકાના ઉછાળા સાથે રૂ. 7,395 થી વધીને રૂ. 7,710/ચોરસ ફૂટ અને કોલકાતામાં 7 ટકાના ઉછાળા સાથે રૂ. 7,211 થી વધીને રૂ. 7,727/ચોરસ ફૂટ થયો છે.
આ ડેટા પર ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, દેશભરના ઘર ખરીદનારાઓ તરફથી પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટના ઘરોની મજબૂત માંગને કારણે ઘરની કિંમતોમાં વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech