સ્કીન ગ્લો માટે જરૂર અપનાવો આ ઘરેલું નુશ્ખાઓ

  • August 01, 2020 02:12 PM 733 views

આપણો ચહેરો દર વખતે સુંદર અને ચમકતો દેખાય તે જરૂરી નથી.  અધૂરા પોષણને લીધે ઘણી વખત સ્કીન શુષ્ક અને કાળી થવા લાગે છે. આને કારણે કુદરતી ચમક ગુમાવવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેથી તમારી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

 

બેસન અને ગુલાબજળ: પેક બનાવવા માટે  એક બાઉલમાં 2 ચમચી ચણાનો  લોટ લઇ જરૂર મુજબ ગુલાબજળ ઉમેરો. હવે ચહેરો સાફ કરો અને આ પેકને હળવા હાથથી માલિશ કરીને લગાવો. 20 મિનિટ પછી હળવા પાણીથી ચહેરો ધોઈ લો.

 

કઈ રીતે ફાયદાકારક?
ચહેરા પર ચણાના લોટ અને ગુલાબજળથી તૈયાર ફેસપેક લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. તે ત્વચામાં હાજર વધારાના તેલને દૂર કરીને પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે
છે. આ સાથે, ત્વચાને સાફ કરીને ગ્લો લાવવામાં મદદ કરે છે.

 

ખાવાનો સોડા: તેનો ફેસપેક બનાવવા માટે, એક બાઉલમાં 1 ચમચી બેકિંગ સોડા અને 1,1 / 2 પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો. હવે પહેલા ક્લીંઝરનો ઉપયોગ કરી ચહેરોને સાફ કરો. ત્યાર બાદ તૈયાર કરેલી પેસ્ટને માલિશ કરી ચહેરા પર લગાવો. તેને 5 મિનિટ બાદ નવશેકા પાણીથી સાફ કરો.\

 

કઈ રીતે ફાયદાકારક?
બેકિંગ સોડામાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. તે સ્કીનના પીએચ સ્તરને જાળવી રાખે છે અને પોષણ આપે છે. ત્વચાના છિદ્રોને ખોલીને અને ત્વચાના મૃત કોષોને દૂર કરવાથી તે પિમ્પલ્સ, દાગ, કરચલીઓ, ટેનિંગ વગેરેથી રાહત આપે છે.

 

કેળા, લીંબુ અને મધ :તેનો ફેસપેક તૈયાર કરવા માટે, બાઉલમાં 1 પાકેલુકેળું , 1-1 ચમચી મધ અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર મિશ્રણને સ્વચ્છ ચહેરા પર 15 -20 મિનિટ માટે લગાવો. ત્યાર બાદ તેને નવશેકા પાણીથી ધોઈ લો.

 

કઈ રીતે ફાયદાકારક?
કેળામાં હાજર વિટામિન-એ, બી, ઇ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે ત્વચાને સાફ કરે છે અને ત્વચાને નરમ બનાવે છે. આ ચહેરા પરના કાળા ડાઘના નિશાન ઘટાડવામાં મદદ
કરે છે. તેમજ કરચલીઓ દૂર થાય છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application