ગરોળીને ભગાડવાના ઘરેલું નુસખાઓ જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઘરમાં ગરોળીને જોઈને દરેક વ્યક્તિ ડરી જતા હોય છે ગરમીની ઋતુમાં તે ઘરની દીવાલો પર સામાન્ય રીતે આંટા મારતી જોવા મળે છે. ગરોળીને જોઈને પોતાના પર પડશે તેવી લોકોને ચિંતા રહેતી હોય છે. આમ તો બજારમાં ગરોળીને ભગાડવા માટે ઘણી બધી ચીજવસ્તુઓ મળે છે. પરંતુ તેનાથી તે મરી જાય છે મરેલી ગરોળી બહાર ફેંકવામાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. એવામાં તમે ઘર પર સરળતાથી મળતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અને તેને મારવાની જગ્યાએ ભગાવી શકો છો. તો ચાલો જાણીએ એ ચીજવસ્તુઓના વિશે.

 

ઘરમાં જો ગરોળી પડવા માગતા હોય તો કોફી પાવડર નો વપરાશ કરી શકાય છે કોપી પાવડરમાં તમાકુ મિક્સ કરી અને તેની નાની-નાની ગોળીઓ વાળી અને તૈયાર કરો. આ ગોળીઓ એવી જગ્યા પર રાખો કે જ્યાં રોજ આવતી હોય અને ત્યાં રાખવાના કારણે જલ્દીથી ગરોડી ત્યાંથી ભાગી જશે.


જ્યારે ગરોળી ભગાડવાની  વાત આવે છે તો તેના માટે મોરપીંછનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વાત જાણે એમ છે કે ગરોળી મોરપીંછથી ડરે છે. આથી જ્યાં મોરપીછ રાખવામાં આવે છે, ત્યાં ગરોળી ક્યારે નજરે પડતી નથી. આ માટે જો તમે ઘરે ગરોળ ને ભગાડવા માગતા હોય તો તે જગ્યા પર મોરપીંછ  રાખી દો.

 

ડુંગળીમાં વધારે માત્રામાં સલ્ફર મળી આવે છે તેની દુર્ગંધના કારણે ગરોળી તેનાથી દૂર રહેશે. કારણ કે તેનાથી આ દુર્ગંઘ  સહન થતી નથી માટે તમે તેનો ઉપયોગ પણ ગરોળીને ભગાડવા માટે કરી શકો છો. ડુંગળીને છોલી તેના નાના ટુકડા કાપી લો, આપેલા ટુકડાઓને દોરા સાથે બાંધી અને દરેક જગ્યા પર લટકાવી દો,  જ્યાં ગરોળી વારેવારે આંટા મારતી હોય.

 

પાણીમાં તીખાનો ભૂકો મિક્સ કરો અને હવે આ પાણીથી ઘરમાં એ જગ્યા પર છંટકાવ કરો કે જ્યાં ગરોળી આંટા મારતી હોય આ પાણીની બંધના કારણે ગરોળી ત્યાં ફરકતી નથી આ રીતે તેને ઘરમાંથી ભગાડી શકાય છે.

 

નેપ્થાની ગોળીઓ ગરોળી ને ભગાડવા માટે ઘણી અસરકારક બને છે, આમ તો તમારા ડ્રોવર માં પણ તેને રાખી શકો છો,તે એક જીવાણું મારવા માટે ઉપયોગી પદાર્થ છે અને સાથોસાથ તેનાથી ગરોળી પણ દૂર રહે છે.

 

ડુંગળી અને લસણનો રસ કાઢો અને તેમાં થોડું પાણી મિક્સ કરો, આ મિશ્રણ એક બોટલમાં ભરી લો, ત્યાર બાદ ઘરની જે જગ્યા પર ગરોળી આવતી હોય ત્યાં પાણીને છાંટો આ રીતે ગરોળીથી છુટકારો મળી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS