ના કહી શકાય ના તો સહી શકાય તેવી હોય છે વાઈટ ડિસ્ચાર્જની તકલીફ, દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

  • January 13, 2021 03:38 PM 850 views

 

યોનિ માર્ગમાંથી સફેદ, ચીકણા અને દુર્ગંધયુક્ત પદાર્થના નીકળવવાની સમસ્યાને શ્વેત પ્રદર અથવા તો વાઈટ ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. આ સમસ્યાના કારણે યોનિની આસપાસ ત્વચામાં ખંજવાળ આવે છે અને કેટલીકવાર બળતરા પણ થાય છે. આ સમસ્યા વિશે સ્ત્રીઓ સામાન્ય રીતે વાત કરતી નથી પરંતુ જો તેનો ઈલાજ સમયસર ન કરવામાં આવે તો તેનાથી ગંભીર પરીણામ ભોગવવા પડે છે. 


આ સમસ્યાનો ઈલાજ ન કરવામાં આવે તો શરીરમાં નબળાઈ પણ આવે છે અને જાતિય જીવન પર પણ અસર થાય છે. જો આ સમસ્યા તમને પણ હોય તો તમે તેનો ઈલાજ ઘરે કરવા ઈચ્છો છો. તો પછી અહીં દર્શાવેલા કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. 

 
– આંબળામાં વિટામિન-સી હોય છે કે જે બેક્ટેરિયાની સમસ્યા દૂર કરે છે. તેથી નિયમિત રીતે ભોજનમાં આંબળાનું સેવન કરવું જોઇએ.

– કોટનના કપડા પહેરવા અને ટાઈટ કપડા પહેરવાનું ટાળવું, આ ઉપરાંત યોનિ માર્ગને દિવસમાં વારંવાર સાફ કરો.

– એલોવેરાનું જેલ યોનિ પર લગાવો અને જ્યૂસ પણ પીવાનું શરુ કરો.   

– એક વાટકામાં રાત્રે અંજીરને પાણીમાં પલાળો. સવારે તેને ગરમ કરી પી જવું અને અંજીર ખાઈ લેવું પછી તેનાથી શ્વેત પ્રદરમાંથી મુક્તિ મળશે.

– દરરોજ એક કેળું ખાવાથી શ્વેત પ્રદરમાંથી મુક્તિ મળી શકે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application