શિશુને ખાંસીમાં આરામ અપાવવા માટે આ ઘરેલુ ઉપાયને અજમાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

નાના બાળકોને ખાંસી થવી તે ખૂબ જ તકલીફ દાયક હોય છે. માતા-પિતા માટે પણ આ એક મોટી સમસ્યા બની જાય છે. બે વર્ષ કરતા નાના બાળકોને ડોક્ટરની સલાહ વિના કોઈ પણ દવા આપવી જોઈએ નહીં. કારણ કે નાના બાળકોને ડોક્ટરની સલાહ વિના દવા તેવી તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ માટે કેટલાક ઘરેલૂ નુસખા દ્વારા ઉપયોગમાં લઈ શકાય જે તેવી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી શિશુને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય અને ખાંસીમાં પણ આરામ મળશે.

 


નાના બાળકોને શરદી કે ખાંસી થાય તો ગરમ પાણીની વરાળ અપાવી શકાય છે તેમજ ગળામાં જામેલો કફ છે તો સાફ થઈ જશે તેમ જ બાળકને આરામ પણ મળશે. બાળકને ખોળામાં રાખી અને તમે તેને બાફ લગાવી શકો છો.

 

મધ એ શરીરમાં ખૂબ જ આરામ અપાવે છે એક વર્ષથી મોટુ બાળક હોય અને તેને શરદી હોય તો રોજ એક ચમચી મધ આપવું જોઈએ. ખાસી રોકાણમાં તો મદદ થશે સાથે તેને ઊંઘ લાવવામાં પણ મદદરૂપ થશે. એક વર્ષથી નાના બાળકને મદદ આપવું જોઈએ નહીં.

 

જો બાળક સાથે આઠ મહિના નું હોય અને બાળકને દૂધમાં બદામ ઘસીને આપી શકાય છે બાળક માટે અડધી બદામ બહુ થઈ જાય છે. બોલ શરદી અને ખાંસી જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે બાળકને બધાના આપતી વખતે ધ્યાન રાખો કે તેની છાલ કાઢી અને આપવી જોઈએ.

 

સૌથી વધારે બાળકને ખાંસી રાત્રે સૂતી વખતે થાય છે જેના કારણે તેની ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ કારણથી બાળક જેટલું થઈ જાય છે માટે સૂતી વખતે બાળકના માથા તરફ મુલાયમ ઓશીકુ રાખો જેથી બાળકને તકલીફ ન થાય અને તેનું માથું પણ ઊંચું રહે.

 

તાવડી પર બે ચપટી અજમાં અને બે ત્રણ લસણની કળીને શેકી લો, અને આ મિશ્રણને ઠંડુ કરી અને બાળક પાસે મૂકી દો તેની સુગંધથી બાળકને શરદી અને ખાંસી માંથી આરામ મળશે, કારણ કે અજમા અને લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને મારી શકે છે.

 

જો બાળક થોડું મોટું હોય તો બાળકને તરલ પદાર્થ આપવા જોઈએ. તેને હૂંફાળું પાણી પીવડાવો. સૂપ બનાવીને પણ ખોરાકમાં આપી શકો છો. જેના દ્વારા ગળાનો શેક થાય છે. બાળકને ખાંસીની સમસ્યા વધારે થઈ રહી હોય તો સાથ લેવામાં તકલીફ હોય કે પછી શ્વાસ લેવામાં થતી હોય કે પછી ઘરઘરાટનો અવાજ આવતો હોય, તો તુરંત જ ડોક્ટરને દેખાડો બાળકોને ન્યુમોનિયા બહુ જલદી થઈ જતો હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS