લૂ થી બચવા માટે દાદીમાના કયા ઘરેલું નુસખા આવશે કામ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

ધોમધખતા તાપમાં લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે, સાથે લૂના કારણે લોકો વધારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કોરોનાની મહામારી અને લોકડાઉનમાં ગભરાઈ જઈને અને પગપાળા ચાલી અને ઘરે પરત ફરવા માટે મજબૂર શ્રમિકો માટે આ લૂ જીવલેણ સાબિત થઇ શકે છે.

 

ગરમીના દિવસોમાં ઘણી વખત લૂ લાગવાના કારણે લોકોના મોત નિપજતા હોય છે ત્યારે પગના તળિયામાં બળતરા આંખોમાં બળતરાની સાથે બેભાન અવસ્થાનો સામનો કરવો પડતો હોય છે. આ પરિસ્થિતિમાં દરેકને જાણવું જરૂરી છે કે લૂ થી બચવા માટે આપણે કયા ઉપાય કરવા જોઈએ. ચાલો આપણે જાણીએ લૂ થી બચવાના દાદીમાના ઘરેલુ નુસખાઓ.

 

લૂથી બચવા માટેના ઉપાયો

 

માસ્ક પહેરવાથી સંક્રમિત લોકોથી બચી શકાય છે જ્યારે તડકા અને લૂથી બચવું હોય તો ઘરની બહાર નીકળવા છતાં હાથમાં છત્રી જરૂર રાખો કે પછી માથાને કપડા કે ટોપીથી ઢાંકી અને ઘરની બહાર નીકળવું જોઈએ.

 

ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન જવું જોઈએ શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે.

 

જો તમે એસી કે કૂલરમાં બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.

 

ગરમીના દિવસોમાં વારેવારે પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય.

 

ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવો શરીરને થોડી વાર અનુકૂલન સાધવા દો ત્યાર પછી પાણી પીવો અને એકદમ ચિલ પાણી પીવું જોઈએ નહીં.

 

વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી નહીં પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે.

 

ઋતુગત ફળ કે જેમાં કેરી લીચી તરબૂચ, મોસંબી વગેરે લૂથી બચાવે છે જરૂર લેવા જોઈએ આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.

 

ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.

 

શાકભાજીના જ્યુસ કે સુપ બનાવી અને તમે પી શકો છો જેનાથી પણ લૂ થઈ બચી શકાય છે.

 

ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ, જેનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે.

 

ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં મેળવી અને ચાટો, તેનાથી પણ લૂ  લાગવાનો ખતરો ઓછો રહે છે.

 

એવી માન્યતા છે કે ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ લાગતી નથી એટલું જ નહિ કાચી ડુંગળી ખાવાથી પણ લૂથી બચી શકાય છે.

 

દાદીમાના ઘરેલુ નુસ્ખા પ્રમાણે લૂ લાગ્યા બાદ તેનાથી બચવા માટે કાચી કેરીનો લેપ શરીર પર લગાવવો જોઈએ.

 

આ સિવાય કેરીના ગોટલાને પગના તળિયે ઘસી અને માલિશ પણ કરવો જોઈએ.

 

ગરમીના કારણે શરીરમાં અડાય થઈ ગઈ હોય તો ચણાના લોટ ને પાણીમાં ભેળવી અને અડાયની જગ્યા પર લગાવવાથી રાહત થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS