શરીરના કોઈ કોઈ ભાગમાં ખાલી ચડી જતી હોય તો આ રીતે કરો ઘેરલું  ઉપચાર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

કેટલાક લોકોને ઉંમરને કારણે, શરીર પાતળું હોવાને કારણે અથવા કોઈ પ્રકારની બીમારીને કારણે હાથ કે પગમાં ખાલી ચડતી હોય છે, આવા લોકોને વારંવાર જો ખાલી ચડતી હોય તો મનને કોઈ જગ્યાએ કેન્દ્રિત કરી શકતા નથી અને અવારનવાર તેમનું ધ્યાન જે ભાગમાં ખાલી ચડી હોય ત્યાં જતું રહે છે.

 

ઘણા લોકોને રાતે સુતા સમયે પણ ખાલી ચડતી હોય છે, ખાલી ચડવાના ઘણા કારણો હોઈ શકે છે, શરીરમાં પાણીની ઉણપ અથવા જે ભાગમાં લોહીનો પુરવઠો બરાબર પહોચી ના શકતો હોય તો પણ એવું થતું હોય છે, આ લેખમાં તમારા માટે જેમને અવારનવાર ખાલી ચડતી હોય તેમના માટે કપૂરનો સરસ મજાનો પ્રયોગ જાણવામાં આવ્યો છે.


 આપણે લાંબો સમય બેઠા હોય અને આપણને ખાલી ચડી જાય છે, કેટલીકવાર આપણને એની ખબર રહેતી નથી અને આપણે ચાલવા જઈએ તો ચાલી શકાતું નથી, અને જો ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણે પડી જઈએ છીએ, ઘણીવાર હાથ પગ પણ ભાંગી શકે છે.

 

તો આના માટેનો ઈલાજ કપૂર અને તલનું તેલ છે, કપૂરને તલના તેલમાં ઓગળીને તેની માલીસ કરવાની હોય છે, કપૂર આમાં મુખ્ય છે, જો તલનું તેલ ના હોય તો સરસવનું તેલ પણ લઇ શકો છો, અને સરસવનું તેલ પણ ના મળે તો જે હાથવગુ તેલ હોય એ લેવું.


 પહેલા તેલ ગરમ કરવું અને ગરમ તેલની અંદર કપૂર ઓગળી નાખવાનું, ગરમ તેલમાં આપણે કપૂર નાખીએ એટલે થોડું હલાવાથી તે એકરસ થઇ જાય છે, એટલે કપૂરનું પણ પ્રવાહી થઇ જશે અને તે એની અંદર ભળી જશે. કપૂર ના ઓગળે ત્યાં સુધી તેને હલાવાનું છે એટલે કપૂર ઓગળી જશે. ત્યાર પછી એને ઠંડુ પાડીને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે.

 

આપણને જે ભાગમાં ખાલી ચડતી હોય એ ભાગમાં આપણે એ કપૂરનું તેલ લાગવાનું છે .લગાવ્યા પછી તેને બરાબર માલીસ કરવાની છે, ચોળવાનું છે. આ રીતે કરવાથી થોડા દિવસ પછી તમને ખાલી ચડશે નહિ, આ નાનકડો પ્રયોગ ખાલી ચડતી હોય તો સારું કામ કરે એવો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS