પેટમાં બળતરા અને મોઢામાં ચાંદા થાય છે, તો આ ઘરેલુ ઉપચારથી થશે ફાયદો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગરમીની ઋતુમાં પેટમાં ગરમી વધી જતી હોય છે પેટમાં ગરમીને કારણે શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થતી હોય છે જેમાંથી મોઢામાં પડતાં ચાંદા પણ એક ભાગ છે. આ ઉપરાંત કબજિયાત વિટામિનની કમી જરૂર કરતાં વધારે ગરમ પાણી પીવું અને ખાવું ખાતી વખતે મોઢું આવી જવું જેવી મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.સાંભળવામાં આ સમસ્યા નાની લાગે છે પરંતુ ઘણી તકલીફ દાયક હોય છે આવો જાણીએ મોઢામાં પડેલા ચાંદા મામા ઘરેલુ નુસખા અપનાવી અને કઈ રીતે તેમાંથી છુટકારો મેળવી શકાય છે.

 

કાચી ડુંગળીનું સેવન 

 

ઉનાળાની ઋતુમા ખોરાકમા કાચી ડુંગળીનો સમાવેશ કરો. તમે સલાડના રૂપમાં પણ લઇ શકો છો શરીરનું તાપમાન યોગ્ય રાખે છે, તેમજ પેટની ગરમીને શાંત કરે છે ડુંગળી ખાવાથી સાંધામાં પણ રાહત રહે છે.

 

કાળી દ્રાક્ષનું સેવન

 

તબીબોના જણાવ્યા પ્રમાણે પેટમાં ગરમી અને પિત્ત વધી જાય છે ત્યારે મોઢામાં ચાંદા પડે છે, એવામાં કાળી દ્રાક્ષનું સેવન ખૂબ જ લાભકારક નીવડે છે, કાળી દ્રાક્ષ ૩ કલાક પાણીમાં પલાળી અને રાતના સુતા પહેલા સેવન કરવાથી ગરમીમાં ઘણી શાંતિ મળશે. તેમજ તમને ચાંદાંમાંથી પણ રાહત મળશે, તેનાથી પેટ પણ સરસ રીતે  સાફ આવે છે.

 

તુલસી વાળી ચાનો ઉપયોગ 

 

 તુલસી વાળી ચા પીતમાં સહાયકારક હોય છે તેમ જ સાંધામાં પણ રાહત અપાવે છે તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ હોય છે, જે તમારા મોંમા ચાંદા પડી ગયા હોય તો દસથી બાર તુલસીના પાન લો ઉકાળો અને તેને ઠંડા થવા મૂકી દો, જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેમાં બે ચપટી નમક મિક્સ કરો અને ફરીથી તેને ગાળી લો હવે આ પાણીથી કોગળા કરો જેના દ્વારા તમને ઘણો આરામ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS