સસ્તા થયા છે ટમેટા તો ઘરે બનાવી લો કેચઅપ, નોંધી લો સરળ રીત

  • March 12, 2020 12:47 PM 898 views

 

સામગ્રી

ટામેટા - 2.5 કિલો
લસણ - 15-16 કળીઓ
આદુ - 3 ઇંચનો ટુકડો
સૂકા લાલ મરચા - 5 થી 7 
વિનેગર - 1/2 કપ
સંચળ - 1  મોટો ચમચો
ખાંડ - 6-7 ચમચી
સોડિયમ બેન્ઝોએટ - 1/4 ચમચી

 

રીત

સૌથી પહેલા ટમેટા ધોઈ સમારી લો. હવે ટમેટાને કુકરમાં બાફવા મુકો. બાફતી વખતે તેમાં આદુ, લસણ, સંચળ, વિનેગર, ખાંડ અને સૂકા લાલ મરચા ઉમેરો. કુકરમાં સીટી લગાડ્યા વિના 10 મિનિટ સુધી ટમેટાને બફાવા દો. 10 મિનિટ પછી ઢાંકણું ખોલી અને ધીમા તાપે 30 મિનિટ પકાવો. બધી જ સામગ્રી બરાબર બફાઈ જાય અને પાણી બળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં સોડિયમ બેન્ઝોએટ ઉમેરી તેને ઠંડુ થવા દો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેની પેસ્ટ બનાવી તેને ચાળી લો. આ પેસ્ટને એર ટાઈટ કંટેનરમાં ભરી લો. 
 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application