ઘરે બનાવો આ હેલ્ધી ડ્રીંક અને રહો ફિટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દિવસો દિવસ બદલતી લાઈફસ્ટાઈલને કારણે આપણે આપણા આરોગ્યની સંભાળ નથી રાખતા, જેનાથી આપણુ શરીર બીમારીઓની ઝપેટમાં આવવા માંડે છે.  કોઈને હાડકાનો દુખાવો તો  કોઈનું વધતુ વજન મોટેભાગે ચિંતિત કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ રોજ દવાઓ ખાવી પણ સારી વાત નથી. આજે અમે તમને એવુ ડ્રિક બતાવીશુ જે તમને નાની મોટી પરેશાનીઓથી બચાવશે.  આ ડ્રિંક તમે ઘરે જ સહેલાઈથી તૈયાર કરી શકો છો. 


 
સામગ્રી 

 

 આદુ 1/2 ટેબલસ્પૂન

 

હળદર - 1 ટેબલસ્પૂન

 

તજ - 1 ટી સ્પૂન

 

 દૂધ - 1/2 કપ, મઘ - 1 ચમચી 


 
બનાવવાની રીત 

 

ઉપરોક્ત આપેલ બધી સામગ્રીને બ્લેંડરમાં મિક્સ કરી લો.

 

આ મિશ્રણને કઢાઈમાં ગરમ કરી લો.

 

 તેને સારી રીતે ઉકાળ્યા પછી કપમાં નાખો.

 

અને રોજ આ હેલ્થી ડ્રિંક આરોગો તેમજ હેલ્ધી અને ફિટ રહો.

 

ફાયદા


આ ડ્રિંકમાં અનેક તત્વો રહેલા છે જે શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે.

 

અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.  જેનાથી તમે સ્વસ્થ રહો છો.  

 

શરદી અને કફમાં ઘટાડો થાય છે તેમજ તાજગીની અનુભૂતિ થાય છે.

 

લોહી સંબંધિત બિમારી હોય તો હળદર ખૂબ જ કારગત નીવડે છે, માટે આ ડ્રિંક પીવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.


ઋતુઓમાં ફેરફાર થવાથી થતી એલર્જીમાં કારગત નીવડે છે.

 

તમામ પ્રકારના રોગ સામે લડવાની પ્રતિરોધકતા મળે છે.

 

ડાયાબિટીસ અને કેન્સરના રોગમાં ઉપયોગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS