મધ મધતા મોગરાના ફૂલોમાંથી ઘરે ફેસપેક બનાવો અને ત્વચામાં નિખાર લાવો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કેટલીક મહિલાઓ વાળની શોભા વધારવા માટે તેમાં સફેદ રંગના ફૂલો લગાવતી હોય છે. તે સફેદ મોગરાના ફૂલો હોય છે. મોગરાના ફૂલ માં એન્ટી-ઇનફ્લામેટરી અને એન્ટિસેપ્ટિક તત્વ મળી આવે છે. જે તમારી ત્વચાને પ્લીઝ ચડકતી તેમજ  ડાઘ રહિત બનાવે છે. ચાલો જાણીએ કે વાળને નિખારવા માટે પણ મોગરાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, તે જ રીતે તમારા ચહેરાને પણ તમે મોગરાના ફૂલો ના ફેસપેક વડે નિખાર આપી શકો છો.

 


મોગરાના ફેસપેક બનાવવા માટે સામગ્રી

 

મોગરાના ફૂલ 1 મુઠી

 

કાચુ દૂધ 1 મોટી ચમચી

 

ચણાનો લોટ 1 ચમચી

 

ગુલાબ જળ જરૂરિયાત પ્રમાણે

 

મધ અડધી ચમચી

 

ફેસપેક બનાવવાની તથા લગાડવાની પદ્ધતિ

 

ફેસપેક બનાવવા માટે મોગરાના ફૂલોને પાણીમાં ઉકાળી લો.પાંચથી દસ મિનિટ સુધી માં સારી રીતે ઉકડી જશે.

 

હવે તેને પાણીમાંથી બહાર કાઢી પાણીને ફેકો નહીં, ઠંડું થવા માટે સાઈડ પર રાખો.

 

મોગરાના ફૂલો માંથી બારીક પેસ્ટ તૈયાર કરી લો.

 

આ પેસ્ટમાં મધ નાખી સારી રીતે મિક્સ કરો અને ત્યારબાદ ચણાના લોટ અને કાચું દૂધ પણ ભેળવી લો.

 

જો પેસ્ટ ઘટ્ટ થઈ જાય તો સાફ કર્યા બાદ ફેસ પર એપ્લાય કરો.

 

ટેક જ્યારે સુકાઈ જાય ત્યારે હાથો પર નાળિયેરનું તેલ લગાવી અને ચહેરાની હળવેથી મસાજ કરો

.

મસાજ માત્ર એક થી બે મિનિટ સુધી કરવાનું છે. મસાજ જો કઠણ લાગે તો ગુલાબજળનાં ટીપાં ઉમેરી શકો છો.

 

મસાજ બાદ ફૂલો માંથી બચેલા પાણીથી ચહેરો ધોઈ લો અને ધ્યાન રાખો કે પાણી ઠંડુ હોવો જોઈએ, ગરમ પાણીથી ચહેરો સાફ કરવો જોઈએ નહીં.

 

સારી રીતે ચહેરો થયા બાદ મોઇશ્ચ્યુરાઇઝર એપ્લાય કરો.

 

મોગરાના ફેસપેક લગાવવાના ફાયદા

 

મોગરાના ફૂલ ચહેરા પર રહેલા ડાઘ-ધાબા તેમજ જઈને દૂર કરવામાં મદદ કરે છે.

 

તમારા ચહેરાની ત્વચાને બાળકના જેવી મુલાયમ બનાવી દે છે.

 

તમે ઇચ્છો તો આ પેકનો ઉપયોગ પોતાના હાથ-પગ અને પંજા માટે કરી શકો છો.

 

તેના માટે મોગરાના ફૂલ, ચણાનો લોટ અને કાચા દૂધની માત્રા વધારે લઈ લેવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS