ઘરે કઈ રીતે કરશો સીધા વાળ, જાણો કેમિકલ ફ્રી ક્રીમ બનાવવાની પદ્ધતિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ફેશનના ચક્કરમાં આજકાલ યુવતીઓ નવા નવા પ્રકારની હેરસ્ટાઈલ કરતી હોય છે એવામાં વાળ કર્લી થઈ જતા હોય છે. રોજ બરોજ  વાળને સીધા કરવા માટે સ્ટેઈટનરનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં તેનાથી વાળને નુકશાન થાય છે. જ્યારે રોજ બ્યુટીપાર્લરમાં જવું પણ શક્ય હોતું નથી. એવામાં આજે તમને ઘર પર એક ક્રીમ બનાવવાનું શીખવીશું જેના ઉપયોગ દ્વારા વાળ સીધા પણ થશે અને ચમકદાર તથા સિલ્કી પણ બનશે.

 

સામગ્રી

 

કોર્ન ફ્લોર

 

દૂધ

 

એલોવેરા જેલ

 

નાળિયેર તેલ એક ચમચી

 

હેર ક્રીમ બનાવવાની પદ્ધતિ

 

સૌપ્રથમ દૂધને ઉકાળી લો, તેમાં ઉફાણ આવે પછી ગેસને ધીમો કરી દો.

 

બાઉલમાં વાળની લંબાઈ પ્રમાણે કોર્નફ્લોર તેમજ પાણી મિક્સ કરો.

 

પછી ઉકાળેલા દૂધમાં ધીમા તાપ પર 5 થી 7 મિનિટ સુધી ચઢવા દો, તેમાં ચમચો હલાવતા રહો, જેથી વાસણના તળિયે ચોંટીના જાય.

 

હવે તેને થોડું સતપ કરીએ ત્યારે એલોવેરા જેલ અને નારિયેળના તેલને મિક્ષ કરો.

 

જો નાળિયેર તેલ સુટ ન થતું હોય તો જેતુન કે પછી અન્ય કોઈ તેલ પણ વાપરી શકો છો.

 

કઈ રીતે કરશો ઉપયોગ

 

સૌપ્રથમ વાળને ધોઈ લો,  કારણ કે ગંદા વાળમાં તેની અસર ઓછી થશે.

 

હવે ક્રીમને હુંફાળું હોય ત્યારે માથાના ઉપરથી લઈ નીચે સુધી લગાવો ધ્યાન રાખો કે આ દરમિયાન વાળ વળવા જોઈએ નહીં.

 

ક્રીમ લગાવ્યા બાદ મોટા દાંતાવાળા કાંસકાથી વાળને સીધા કરી લો, અને પછી ફોઈલપેપર લગાવી લો.

 

એક કલાક બાદ વાળને શેમ્પૂ કરી લો. ધ્યાન રાખવું કે શેમ્પુ થયા બાદ વાળમાં તેલ ન લગાવો. તેના બદલે એલોવેરા જેલ, નારિયેળ, બદામ કે જેતુનનું તેલ મિક્સ કરી અને સિરમની જેમ તેનો ઉપયોગ કરો.

 

આ ક્રીમનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે-ત્રણ વખત કરી શકો છો, કારણ કે તેમાં કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો તમને કોઈ નુકસાન થશે નહિં સાથે જ વાળ લીસા તેમજ ચમકદાર પણ બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS