ગૃહમંત્રી અમિત શાાહ જૂનાગઢમાં: પૂર્વ મંત્રી દિવ્યકાંત નાણાવટી શતાબ્દી કાર્યક્રમમાં પુસ્તક વિમોચન કર્યું

  • December 02, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિવ્યકાન્તભાઈ નાણાવટીના શતાબ્દી વર્ષ નિમિત્તે રૂપાયતન પરિવાર દ્વારા ભવના તળેટી રૂપાયતન પરિસર ખાતે સ્મૃતિ પર્વ અને  ત્યારે નાણાવટી ભુલાય તે પહેલા સ્મૃતિ ગ્રંનું ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સવારે પી.ટી.એસ ગ્રાઉન્ડ ખાતે હેલીપેડે હેલિકોપ્ટરમાં ઉતરાણ કરતા અમિતભાઈ શાહનું કલેકટર અનિલ રાણા વસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,  મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતનાઓએ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ મોટર માર્ગે રૂપાયતન માં કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રૂપાયતન પરિસરમાં રૂપાયતન પરિવારના નિરૂપમભાઈ નાણાવટી ,હેમંતભાઈ નાણાવટી સહિતનાઓએ ગૃહ મંત્રીને આવકાર્યા હતા. 
​​​​​​​
 દિવ્યકાન્તભાઈનું જૂનાગઢના વિકાસમાં અનેરુ યોગદાન રહ્યું છે. જુનાગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર જીવનનો પ્રારંભ કર્યા બાદ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વિધાનસભામાં કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રખર ધારાશાી તરીકે નામના મેળવી ચૂક્યા હતા. નગરપાલિકાના પ્રમુખ તરીકેના સમયગાળા દરમિયાન જુનાગઢમાં સરદાર વલ્લ ભભાઈ પટેલની કાસ્ય પ્રતિમાનું પ્રસપન, રસ્તા અને સ્ટ્રીટ લાઇટનું આધુનિકીકરણ, વિલીગડન ડેમનું બ્યુટીફિકેશન સહિતના વિકાસલક્ષી કાર્યો કરી જૂનાગઢના વિચાર પુરૂષ તરીકે તેને ખ્યાતિ પ્રાપ્ત કરી છે.  આજે દિવ્યકાન્ત નાણાવટી શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત  દિવ્યકાંત નાણાવટી ભુલાય તે પહેલા સ્મૃતિ ગ્રંનું ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ગૃહ મંત્રી દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રીના સંસ્મરણો યાદ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application