રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં ૨ એપ્રિલ સુધી રજા જાહેર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાઈરસના સંક્રમનની સ્થિતિને ધ્યાને લઈને તેમજ માર્ચ એન્ડિંગના હિસાબોના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં તારીખ ૨૨ માર્ચથી એપ્રિલ સુધી ૧૧ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ગઈકાલે તા.૨૨ માર્ચના જનતા કરફ્યુમાં જોડાયા બાદ આજે એક દિવસ પૂરતું રાજકોટ માર્કેટયાર્ડ ખુલ્લું રહેશે અને પડતર જથ્થાનો નિકાલ કરવામાં આવશે જ્યારે આવતીકાલથી સળંગ તા.૨ એપ્રિલ સુધી રાજકોટ માર્કેટ યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ રહેશે.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની સ્થિતિ ઉપરાંત માર્ચ એન્ડિંગના હિસાબો માટે વેપારીઓએ કરેલી માંગણી સહિતની બાબતોને ધ્યાને લઈને અનાજ વિભાગમાં ૧૧ દિવસની રજા જાહેર કરાઇ છે પરંતુ આ દિવસો દરમિયાન શાકભાજી વિભાગમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ રહેશે. આજે અમાસ નિમિત્તે શાકભાજી વિભાગમાં રજા રાખવામાં આવી છે આવતીકાલથી હરાજી સહિતના કામકાજ શરૂ થઇ જશે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડોમાં પણ ૧૦થી ૧૧ દિવસની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS