રાજકોટમાં હોળી-ધૂળેટીએ કોરોનાના 357 કેસ, ત્રણ મોત

  • March 30, 2021 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં હોળી અને ધૂળેટીના તહેવારોમાં કોરોનાએ કહેર મચાવી દીધો હતો. આ બે દિવસ દરમિયાનમાં કોરોનાના 357 કેસ મળ્યા હતા. મહાપાલિકા તંત્રની અપીલને ધ્યાને લઈને શહેરીજનો તો હોળી કે ધૂળેટી રમવા માટે નીકળ્યા ન હતા તો પણ કોરોનાએ પોતાનો કહેર વતર્વિી દીધો હતો. કોરોનાના ત્રીજા રાઉન્ડમાં ફરી હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી રહી છે.

 


વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ તા.28 માર્ચને રવિવારે હોળીના દિવસે રાજકોટ શહેર વિસ્તારમાં કોરોનાના 159 પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે ગઈકાલે તા.29 માર્ચને સોમવારે ધૂળેટીના દિવસે રાજકોટ શહેર વિસ્તારમાં કોરોનાના 198 કેસ મળ્યા હતા. આ મુજબ હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન છેલ્લા બે દિવસમાં કુલ 357 કેસ મળ્યા હતા અને બે દિવસમાં ત્રણ લોકોના મૃત્યુ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હોળી અને ધૂળેટીના તહેવારોના દિવસે પણ કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ્સ, 108 એમ્બ્યુલન્સ, 104 વાન, ધનવંતરી રથ અને સંજીવની રથ દિવસભર દોડતા રહ્યા હતા.

 


અગાઉ સપ્ટેમ્બર-2020માં કોરોનાનો પ્રથમ રાઉન્ડ આવ્યો હતો ત્યારે કોરોના ટોપ પર પહોંચ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર-2020માં કોરોનાનો બીજો રાઉન્ડ આવ્યો હતો ત્યારે પણ કેસની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો હતો. જ્યારે મહાપાલિકાની ચૂંટણી બાદ હાલમાં માર્ચ-2021માં કોરોનાનો ત્રીજો રાઉન્ડ આવ્યો છે અને ફરી પોઝિટિવ કેસની સંખ્યામાં જબરો વધારો થવા લાગ્યો છે.

 

રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના પોઝિટિવ
રાજકોટ મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન આ અંગે રાજકોટ મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને કોરોનાના લક્ષણો જણાતા તુરંત જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. હૈલ તેઓ હોમ આઈસોલેટ થયા છે અને બપોર સુધીમાં ડો.જયેશ ડોબરિયાની સ્ટાર સીનર્જી હોસ્પિટળમાં સારવાર અર્થે દાખલ થનાર છે. આ તકે તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરીછે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS