400 વર્ષ પછી હોળી પર સર્જાયો શુભ સંયોગ, જાણો શું થશે અસર

  • March 04, 2020 01:09 PM 590 views

વર્ષ 2020ની હોળી પર અંદાજે 400 વર્ષ પછી એક ખાસ સંયોગ સર્જાયો છે. આ વર્ષે હોળી 9 માર્ચએ ઉજવાશે અને તે દિવસે મકર રાશિમાં શનિ અને ગુરુ પોતાની સ્વરાશિ ધનમાં રહેશે. તેના કારણે હોળી પર શુભ સંયોગ સર્જાશે. આવો સંયોગ આ પહેલા 3 માર્ચ 1521 ના ​​રોજ સર્જાયો હતો. આ વર્ષે ફરી એકવાર બે પ્રભાવશાળી ગ્રહ પોતાની રાશિમાં હશે.


જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત અનુસાર હોલિકા દહન સમયે આ વર્ષે ભદ્રાકાળ બાધારુપ બનશે નહીં. કારણ કે ફાગણ માસની પૂનમના દિવસે સૂર્યોદયથી ભદ્રા શરુ થશે અને બપોર સુધીમાં તે પૂર્ણ થઈ જશે. તેથી હોલીકાદહન સુધી ભદ્રા કાળ નડશે નહીં. હોળીના દિવસે સાંજે 6:30 થી 7:20 સુધી હોલીકાદહન કરી શકાય છે. ત્યારબાદ પૂનમની તિથિ 11 વાગ્યા સુધી રહેશે ત્યારબાદ એકમ શરુ થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application