ત્રણ મહિના બાદ ઘરે પરત ફરી અને ખુશ ખુશાલ થયા હોકીના ખેલાડીઓ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમોના ખેલાડી 3 મહિના બાદ પોતાના ઘરે પહોંચ્યા છે, ત્યારે તેમને મળીને પરિવારજનો ખુશ થઈ ગયા હતા. બંને ટીમોના સંભવિત ખેલાડીઓ દેશવ્યાપી લોકડાઉનના કારણે ત્રણ મહિના સુધી બેંગ્લોરના ભારતીય ખેલ પરિસરમાં રોકાયા હતા.

 

ગત  શુક્રવારે રાત્રે ખેલાડીઓને ચાર સપ્તાહનો બ્રેક આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના વાલીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.

 

ભારતીય પુરુષ હોકી ટીમના કપ્તાન મનપ્રિત સિંહ માત્ર પોતાની માતા તેમ જ ભાઈને જ નહીં, પરંતુ તેનાં પાલતુ કૂતરાને પણ મળીને ખૂબ જ ખુશ નજરે પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘરે પરત આવવા પર માતાા, ભાઈ અને પાલતુ કુતરાના પ્રેમને તેઓ ખૂબ જ મિસ કરી રહ્યા હતા. 

 

મનપ્રિતે પોતાના ઘર જલંધર પરત ફરવા પર કહ્યું કે ભલે લોકડાઉન દરમિયાન ઘરના લોકો સાથે વિડીયો કોલ પર સતત સંપર્કમાં હતા, પરંતુ ખરા અર્થમાં તેઓનો સાથ તેમની સાથે રહીને જ અનુભવી શકાય છે. અને હું તેની રાહ જોઈ રહ્યો હતો હું એટલું જ કહીશ કે ઘરે પરત ફરવું એ મારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS