BREAKING NEWS

જામનગર: ખીજડિયા ગામે ગેરકાયદે સોફ્ટ મોરમ ખનન કરતા હિટાચી મશીન ઝડપી લીધું

  • July 10, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખીજડિયા ગામે ગેરકાયદે સોફ્ટ મોરમ ખનન કરતા હિટાચી મશીન ઝડપી લીધું

આશરે ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરતું ખાણખનીજ વિભાગ : પંચ-એ પોલીસને કબ્જો સોપાયો

જામનગર નજીક ખીજડિયા ગામ ખાતે ગેરકાયદેસર ખનિજ ખનન સામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદના આધારે તપાસ માટે પહોંચેલી વિભાગની ટીમે બિનઅધિકૃત રીતે સોફ્ટ મોરમ ખનિજનું ખનન કરતા એક હિટાચી મશીન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ તા. ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ મોજે ખીજડિયા ગામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ, જામનગરની તપાસ ટીમે સ્થળ પર તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે સોફ્ટ મોરમ ખનિજનું ખનન થતું હોવાનું જણાતા કાર્યવાહી કરી હતી. દરમિયાન એક હિટાચી મશીન કબજે લેવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીમાં આશરે ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ હિટાચી મશીનનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધુવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
​​​​​​​
આ સમગ્ર કાર્યવાહી ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમના અધિકારીઓ નિખિલભાઈ, નૈતિકભાઈ અને રમેશભાઈ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News