રાજકોટમાં ખોખડદડ નદીના પુલ પાસે હિટ એન્ડ રન: વેરાવળના યુવાનનું મોત

  • March 15, 2021 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કોઠારીયા બાયપાસ રોડ પર ખોખડદળ નદીના પુલ પાસે અજાણ્યો વાહન ચાલક સાઇકલ પર જઈ રહેલા યુવાનને ઠોકરે લઈ નાસી છૂટયો હતો હિટ એન્ડ રનની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન વેરાવળનો વતની છે અને પંદર દિવસ પૂર્વે રાજકોટમાં મામાના ઘરે રહેવા આવ્યો હતો. બનાવના પગલે પ્રજાપતિ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.


ખોખડદળ નદીના પુલ પાસે હાઇવે પર રવિવારના બપોરના પોણા એક વાગ્યા આસપાસ અજાણ્યા વાહને સાઇકલ સવારને હડફેટે લઈ વાહન હંકારી મૂક્યું હતું. જેમાં સાઇકલ સવાર યુવાન જયદીપ ભરતકુમાર દેવડીયા (ઉ વ ૧૮ રે. વેરાવળ) નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.યુવાન ત્રણ બહેન અને બે ભાઈના પરિવારમાં નાનો હતો.અકસ્માતની આ ઘટના અંગે ગોંડલ રોડ એસ.ટી વર્કશોપ પાછળ વીર નર્મદ ટાઉન શીપ બી ૬૦૪ માં રહેતા મૃતકના મામા કિશોરભાઈ જાદવભાઈ લાડવા જાતે પ્રજાપતિ કુંભાર (ઉવ ૪૨)એ આજીડેમ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદમાં જણાવ્યા મુજબ,તેમનો ભાણેજ જયદીપ છેલ્લા ૧૫ દિવસથી સાથે રહેતો હતો અને કોમ્યુટર ઓપરેટર તરીકે મવડીમાં નોકરી કરતો હતો. ગઈકાલ ફરિયાદી ઘરે હતા ત્યારે ભાણેજ જયદીપ આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં કપડાં લેવા સવારે દશ વાગ્યે ગયો હતો અને બપોરના ફરિયાદીના ફોનમાં એક સેવાભાવી માણસનો ફોન આવ્યો હતો. અને મને વાત કરેલ કે એક છોકરા નું એકસીડન્ટ ખોખડદળ નદીના પુલ પાસે થયેલ છે અને આ છોકરાના કપડામાંથી તમારું વિઝિટિંગ કાર્ડ નીકળેલ છે જેથી તમને જાણ કરું છું આ સાંભળી ફરિયાદી તુરત જ કોઠારીયા બાયપાસ રોડ કોઠારીયા ચોકડીથી આજીડેમ જતા ખોખળદળ નદીના પુલની આગળ કેટલાક માણસો તથા ૧૦૮ ઉભેલ હતી ત્યાં હું ગયેલ આ ને જોયું તો એકસીડન્ટ થયેલ માણસ મારો ભાણેજ જયદીપ ઉવ ૧૮ વાળો હતો અને તેના માથામાં તથા મોઢા ઉપર લોહી હતું અને નાક કાન માંથી પણ લોહી નીકળેલ હતું.અને ૧૦૮ ના ડોક્ટર એ ચેક કરી જયદીપનું મોત થયાનું જાહેર કરી પોલીસમાં જાણ કરી હતી.બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સમી ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS