પર્યાવરણ સંરક્ષણ અધિનિયમની ક્યારે અને કઈ રીતે થઈ શરૂઆત જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે દર વર્ષે વિશ્વમાં 5 જૂનના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા પર વર્ષ 1972 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ સ્વીડનમાં વિશ્વભરના દેશોનું પ્રથમ પર્યાવરણ સંમેલન આયોજિત કર્યું હતું. જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો‌ અને પ્રથમ વખત એક જ દિવસે પૃથ્વીના સિદ્ધાંતને માન્ય રાખવામાં આવ્યો હતો. આ સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનો જન્મ થયો હતો. તેમજ દર વર્ષે 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ યોજવા માટે નાગરિકોને પ્રદૂષણની સમસ્યાથી અવગત કરાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદેશ્ય પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો અને રાજનૈતિક ચેતના થકી સામાન્ય જનતાને પ્રેરણા આપવાનો હતો.

 

આ સેમિનારમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીએ પર્યાવરણની કથળતી સ્થિતિ તેમજ તેનું વિશ્વ પર પ્રભા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. પર્યાવરણ સુરક્ષાની દિશામાં ભારતનું આ પ્રારંભિક પગલું હતું. ત્યારથી ભારતમાં દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

19 નવેમ્બર 1986ના રોજ પર્યાવરણ સરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં જળવાયુ ભૂમિ આ ત્રણેય સંબંધી તથા માણસ વૃક્ષો સૂક્ષ્મ જીવ અન્ય જીવો વગેરે પર્યાવરણ અંતર્ગત આવે છે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ના ઘણા બધા મહત્વપૂર્ણ બિંદુ છે. જેમકે...


1. પર્યાવરણની ગુણવત્તાના સંરક્ષણ હેતુ તમામ આવશ્યક પગલાં ભરવા.

 

2. પર્યાવરણ પ્રદૂષણના નિવારણ નિયંત્રણ પર્યાવરણની ગુણવત્તા અને કાયદેસર રીતે નિર્ધારિત કરવી.

 

3. પર્યાવરણ સુરક્ષા સંબંધિત અધિનિયમો અંતર્ગત રાજ્ય સરકારો અધિકારીઓ તથા સંબંધિતોને કામમાં સમન્વય સ્થાપિત કરવો.


4. દર વર્ષે આ દિવસે લોકો સામાન્ય રીતે વૃક્ષારોપણ કરવા માટે મેદાનમાં છે અને વિભિન્ન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે વિશ્વ પર્યાવરણ દિવસ હેઠળ જાહેર કાર્યક્રમ અલગ પ્રકારે યોજવામાં આવશે લોકો ઓનલાઈન માધ્યમથી જાગૃતિનો પ્રચાર કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS