વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થગિત નથી રહી ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો ઇતિહાસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાનમાં કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના દર્દીઓનો આંકડો 11000ને પાર થયો છે. અમદાવાદની ભગવાન જગન્નાથજીની યાત્રાને લઇને આગામી દિવસોમાં નિર્ણય થવાનો છે ત્યારે અત્યાર સુધીનો ઈતિહાસ જોઈએતો આ રથયાત્રા ગમે તે વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ક્યારે પણ બંધ રાખવામાં આવી નથી. તેમજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળતા આવ્યા છે. ભગવાન જગન્નાથ રથયાત્રાના ઈતિહાસ પર નજર કરીએ.


અષાઢી બીજે જગતના નાથ અમદાવાદ શહેરની નગર ચર્ચાએ નીકળે છે અત્યાર સુધીનો ઈતિહાસ છે કે ગમે તેવી કુદરતી આપત્તિ હોય કે પછી કોમી તોફાનો ભગવાનની કૃપાથી ક્યારેય રથયાત્રા અટકી નથી. રથયાત્રાદરમિયાન ઘણી વખત કોમી તણાવ જેવી સ્થિતિ પણ ઉપસ્થિત થઈ હતી પરંતુ રથયાત્રા નિર્વિઘ્ને પાર પડી હતી. વર્ષ 1969માં રથયાત્રા ઘણા ઐતિહાસિક બની રહી હતી એ વખતે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા આ સમયે સરહદના ગાંધી ગફાર ખાનને જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને શહેરમાં તોફાનો શમી જાય તેવા પ્રયાસો કર્યા હતા. ત્યાર પછીના વર્ષોમાં રથયાત્રા સુધી શાંતિ પૂર્ણ સ્થિતિમાં નીકળતી આવી છે અને આ સિવાય આઝાદી બાદ ૧૯૪૬માં રથયાત્રા વખતે થયા હતા તેમ છતાં રથયાત્રા શાંતિ પૂર્વક નીકળી હતી.


કોટ વિસ્તારમાં ક્યાંથી રથયાત્રા પસાર થાય છે ત્યારે સૌથી વધુ કેસો જોવા મળે છે સાથે સાથે ભગવાનનું મંદિર અને મોસાળ બન્ને કોટમાં છે રથયાત્રા પહેલાં ધામધૂમથી યોજાતી સહિતના ધાર્મિક પ્રસંગો ખૂબ જ સાદગીપૂર્વક ઉજવાય ગયા છે. સંક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. તેવા સમયે રથયાત્રાનું આયોજન કઇ રીતે કરવું તેને લઇને ચર્ચા ચાલી રહી છે.

 

આ વખતે કોરોના મહામારીની વચ્ચે રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે અત્યાર સુધીના ઇતિહાસ જોતા ક્યારેય રથયાત્રા અટકી નથી તો આ વખતે પણ બહુ ઓછા લોકોની હાજરીમાં અળગી સભર રીતે રથયાત્રા યોજવામાં આવી શકે છે. આ રથયાત્રા અંગેની મીટીંગ 31 પછી યોજાવાની છે ત્યારે હવે જોવાનું રહેશે કે ખરા અર્થમાં રથયાત્રા યોજાય છે કે નહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS