ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને રૂ.475 કરોડની આવકનો ઐતિહાસિક ટાર્ગેટ

  • March 15, 2021 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીન વેચાણમાંથી રૂ.300 કરોડ અને સેલેબલ એફએસઆઈમાંથી રૂ.175 કરોડની આવક ઉભી કરવા લક્ષ્યાંક: બજેટમાં ટીપી બ્રાન્ચની કામગીરીની સરાહના કરતા કમિશનર: કાલાવડ રોડ, અમિન માર્ગ અને ત્રિકોણબાગ ચોકથી માલવિયા ચોક સુધીનો યાજ્ઞિક રોડ પહોળો કરવા જોગવાઈ

 


રાજકોટ મહાપાલિકાના આગામી નાણાકીય વર્ષ 2020-21માં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને રૂ.475 કરોડની આવકનો ઐતિહાસિક લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ભૂતકાળમાં કયારેય ટીપી બ્રાન્ચને આટલો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો નથી. ટેકસ બ્રાન્ચને બાકી લેણું વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જ્યારે ટીપી બ્રાન્ચને નવી આવક ઉપસ્થિત કરવાનો ટાર્ગેટ અપાયો છે જેમાં મુખ્યત્વે જમીન વેચાણમાંથી 300 કરોડ અને સેલેબલ એફએસઆઈમાંથી રૂ.175 કરોડની આવક સહિત કુલ 475 કરોડની આવક ટીપી બ્રાન્ચે હાંસલ કરવાની રહેશે.

 


મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા બજેટમાં એકંદરે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે તેમજ રાજકોટ મહાપાલિકા હસ્તકની ટીપી યોજનાઓ મંજૂર કરવા બદલ સરકારનો અંતમાં આભાર પણ વ્યકત કરવામાં આવ્યો છે. રાજકોટની કુલ 41 ટીપી સ્કિમોમાંથી 31 ટીપી સ્કિમો મંજૂર થઈ અમલમાં આવી ગયેલ છે. જ્યારે 10 મુસદ્દાપ નગરયોજનાઓ સરકાર પાસે આખરી કરવાના કામે પેન્ડિંગ છે. મ્યુનિ.કમિશનરે બજેટમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની જોગવાઈઓ અંતર્ગત સ્માર્ટ સિટી પ્રોજેકટની ડ્રાફટ ટીપી સ્કિમ નં.32 રૈયાને સકસેસ સ્ટોરી સ્વપે રજૂ કરી છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ટીપી સ્કિમ કે જેનું કુલ ક્ષેત્રફળ 3670627 ચો.મી. છે તે સાકાર કરવાનો શ્રેય મેળવ્યો છે.

 


જ્યારે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આગામી વર્ષમાં થનાર કામોમાં કેકેવી હોલ ચોકથી મોટામવા સ્મશાન સુધીના રસ્તાને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 36 મીટર પહોળો કરવાના નિર્ણયની અમલવારી હાથ ધરીને 13500 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત અમિન માર્ગ પહોળો કરવા માટે 15 મીટરના રોડને 18 મીટરનો બનાવવાની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો 400 મીટરનો લંબાઈનો રોડ હાલ 16 મીટરનો છે તે પહોળો કરી 22 મીટરનો કરવા 1612 ચો.મી. જમીન સંપાદિત કરવાની થાય છે જેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. અમદાવાદ હાઈ-વે પાસે આવેલ નગર રચના યોજના ક્રમાંક-37 રાજકોટની માપણીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે જે પૂર્ણ થયેથી ટૂંક સમયમાં ડીઆઈએલઆર કચેરીમાં નિમતાણા મેળવવા માટે મોકલવામાં આવશે.

 


રૈયા, મવડી અને વાવડી તેમજ કોઠારિયા વિસ્તારની તથા રાજકોટની મળી કુલ 13 ડ્રાફટ ટીપી સ્કિમો પણ નીમતાણા મેળવવા માટે પેન્ડિંગ છે. આ ઉપરાંત ડ્રાફટ ટીપી સ્કિમ નં.25 વાવડી, 23 રૈયા અને 1 રૈયા તૈયાર કરવા માટે સરકારમાંથી પરામર્શ માગવામાં આવેલ છે જે પ્રક્રિયા પૂર્ણ થયે ટૂંક સમયમાં સરકારમાં સાદર કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS