અમેરિકી અર્થતંત્રમાં ૩૩ ટકાનું ઐતિહાસિક ગાબડું

  • July 31, 2020 11:23 AM 596 views

કોરોનાવાયરસ ની મહામારી એ અમેરિકામાં ભારે હાહાકાર મચાવી દીધો છે અને હજુ પણ ત્યાં સ્થિતિ ખૂબ જ ગંભીર બનેલી છે અને સાથોસાથ તેનું અર્થતત્રં પણ ધડામ થઈ ગયું છે
અમેરિકાના અર્થતંત્રમાં ઐતિહાસિક ગાબડા પડી ગયા છે અને અમેરિકાની સરકાર ચોંકી ઉઠી છે. નવા અહેવાલ મુજબ એપ્રિલ–જૂન ત્રિમાસિક ગાળામાં અમેરિકી અર્થતત્રં ૩૩ ટકા જેટલું ડાઉન થઇ ગયું છે.
અમેરિકી સરકારના જ અહેવાલમાં એવી ચિંતા દર્શાવવામાં આવી છે કે પરિસ્થિતિ બગડી ગઈ છે અને અર્થતત્રં સામે મહા ભયાનક પડકારો ઊભા થયા છે કારણકે દેશમાં બેરોજગારીનો દર પણ ઝડપથી વધી ગયો છે.


આંકડાકીય માહિતી મુજબ અમેરિકામાં બેરોજગારીનો દર વધીને ૧૪.૭ ટકા પર પહોંચી ગયો અને વધુમાં વધુ લોકો બેકાર થઈ રહ્યા છે નાના ધંધા અને દુકાનો બધં થઈ રહ્યા છે. લોકો સખત નાણાંભીડ અનુભવી રહ્યા છે.


અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી થવાની છે અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે તેવા સમયે જ અમેરિકી અર્થતંત્રમાં ઐતિહાસિક ગાબડા પડી જવાનો અહેવાલ બહાર આવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિદ્ધ લોકોમિજાજ જોવા મળી રહ્યો છે.


અમેરિકાના કોમર્સ મંત્રાલય દ્રારા એમ જાહેર કરવામાં આવ્યું છે કે ૧૯૪૭ બાદ અમેરિકી અર્થતંત્રની આવી ભયાનક દુર્દશા જોવા મળી રહી છે હજુ પણ આગામી સમયમાં અર્થતત્રં માટે સારા સંજોગો દેખાતા નથી અને બેરોજગારીનો દર હજુ પણ ઐંચો જશે અને અમેરિકામાં અફરાતફરીનો માહોલ સર્જાવા નો ભય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application