મહાપાલિકાને મિલકત વેરાની આવકમાં ઐતિહાસિક ગાબડું: રૂ. 81 કરોડની ઘટ

  • March 02, 2021 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાને ચાલુ નાણાકીય વર્ષ અંતર્ગત મિલકત વેરાની આવકમાં ઐતિહાસિક ગાબડું પડયું છે. લોકડાઉન અને કોરોના બાદ હવે પાઘડીનો વળ છેડે આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનો મિલકત વેરાની આવકનો ટાર્ગેટ રૂ.248 કરોડ છે જેની સામે હાલ સુધીમાં ફકત ા.167 કરોડની આવક થઈ છે અને 81 કરોડની ઘટ છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉન અને કોરોનાના કારણે વ્યાપાર ઉદ્યોગ જગતમાં પ્રવર્તી રહેલી મંદીના કારણે ટેકસની આવકમાં ઘટાડો નોંધાયો છે. તદ્ ઉપરાંત દર વર્ષે 10 ટકા વળતરની યોજના અમલી બનાવાઈ છે. જ્યારે આ વર્ષે રાજ્ય સરકારે 20 ટકા વળતરની યોજના અમલી બનાવી તેથી કરદાતાઓની સંખ્યા અને આવક વધી છે પરંતુ ગત વર્ષની સરખામણીએ ઘટી છે. જો 20 ટકા વળતરની યોજના અમલી ન હોય તો કદાચ આટલી આવક પણ થઈ ન હોત તે નકકી છે.
ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે જેના હવે 29 દિવસ બાકી છે ત્યારે 29 દિવસમાં 82 કરોડની વસુલાત કરવાની રહે છે અને તે માટે દરરોજ સરેરાશ 2.79 કરોડની આવક થાય તો જ ટાર્ગેટ પૂર્ણ થઈ શકે તેમ છે. જો કે તે શકય નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS