નેહરુજીને ખબર ન પડીને થઇ ગયા તેમના લગન, બુધણી માટે ફૂલોનો હાર બન્યો આખી જિંદગીનો કાંટો

  • May 16, 2024 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 'આદિવાસી પત્ની' કહેવાતા બુધણી માંઝિયાનું થોડા વર્ષો પહેલા નિધન થયું છે. 80 વર્ષની વયે તેમને નર્ક જેવા જીવન માંથી આઝાદી મળી છે. બુધણી માટે એક સ્મારક બનાવવાની હવે ચર્ચા થઈ રહી છે.

વર્ષ 1959 માં એક ડેમના ઉદ્ઘાટન સમયે, પંડિત જવાહરલાલ નેહરુએ તેમને સન્માનના ચિહ્ન તરીકે ફૂલોની માળા પહેરાવી હતી, આ પછી તેનો જોરદાર વિરોધ અને બહિષ્કાર કરવામાં આવ્યો. તે સમયે બુધણી માત્ર 16 વર્ષની હતી. બુધણી સંથાલ જાતિના હતા. તેણીએ તેના સમુદાયની બહાર લગ્ન કર્યા હોવાનું કારણ આપી તેને બહિષ્કૃત કરવામાં આવી હતી.

આ રીતે પાંચેત ડેમના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને પહેરેલો હાર તેમના માટે અભિશાપ બની ગયો હતો.  સંથાલ આદિવાસી સમુદાયમાં જો કોઈ પુરુષ સ્ત્રીને માળા પહેરાવે છે તો તેને લગ્ન માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સમુદાયની બહાર લગ્ન કરે છે તો તેને બહિષ્કૃત કરવામાં આવે છે. બુધણી માટે ગામમાં પ્રવેશ પણ બંધ હતો. તે ગામની બહાર એક જર્જરિત મકાનમાં રહેતી હતી.


લોકો બુધણી માંઝિયાને પંડિત નેહરુની પત્ની તરીકે બોલાવી રહ્યા છે અને તેમની પ્રતિમાની  સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે. બુધણી પુત્રી પણ 60 વર્ષની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોનું કહેવું છે કે તેમને પેન્શન પણ મળવું જોઈએ. વહીવટીતંત્રનું કહેવું છે કે હવે સ્મારકની માંગ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


1952માં જ જ્યારે ડેમનું બાંધકામ શરૂ થયું ત્યારે બુધણીના પરિવારનું જીવન બરબાદ થવા લાગ્યું. તેમની જમીન ડેમમાં જ ડૂબી ગઈ. જો કે, તેના પરિવારે ડેમ માટે જ મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટમાં તે પ્રથમ કોન્ટ્રાક્ટેડ મજૂર હતી. 5 ડિસેમ્બર 1959ના રોજ જ્યારે ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે પંડિત નેહરુએ તેણીને પોતે પહેરેલો ગળાનો હાર પહેરાવી દીધો, જેના કારણે તે નવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. પંડિત નેહરુને આવકારવા માટે બુધણીને પસંદ કરવામાં આવી હતી. 1962માં બુધાણી અને અન્ય કોન્ટ્રાક્ટ મજૂરોના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવામાં આવ્યા હતા. આ પછી તે બંગાળના પુરુલિયા ગઈ અને મજૂર તરીકે કામ કરવા લાગી. આ પચ્છી બુધણીએ એક મજૂર સુધીર દત્તા સાથે લગ્ન કર્યા. 1985માં રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે આસનસોલ પહોંચ્યા ત્યારે બુધણીએ તેમની સમસ્યાઓ જણાવી. આ પછી તેને ડીવીસીમાં નોકરી મળી. બુધની 2005માં નોકરીમાંથી નિવૃત્ત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application