હીરાસર એરપોર્ટ લોકાર્પણનો ખર્ચ અધધ... રૂ. ૧૧.૪૬ કરોડ

  • December 09, 2023 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત તારીખ ૨૭ જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હીરાસર ગામ નજીક રાજકોટના નવા એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તેની પાછળ રૂપિયા ૧૧,૪૬,૭૫,૭૮૮ નો ખર્ચ થયો હોવાનું સતાવાર સાધનોમાથી જાણવા મળે છે. બિલની જીણામાં ઝીણી વિગતો એકત્ર કરીને રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર તરફથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટને બિલ મોકલવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ ૨૭ જુલાઈના હીરાસર એરપોર્ટના લોકાર્પણ વખતે પીએમઓ ગ્રીન રૂમ,સીએમઓ ગ્રીન રૂમ ઇન્ટરેકશન રૂમ વીવીઆઈપી લોન્જ મલ્ટી કમ્પાઉન્ડમાં ડીજે સેટ એસી મશીન પાર્કિંગ જનરલમાં લાઇટિંગ વગેરે જેવી કામગીરી પાછળ રૂપિયા કરોડોનો ખર્ચ થયો છે.


આ ઉપરાંત વીજળીકરણની કામગીરી એલઇડી સ્ક્રીન અને મલ્ટીમીડિયા ને લગતી કામગીરી સાઉન્ડ સિસ્ટમ ફૂડ પેકેટના ખર્ચ સાંસ્કૃતિક કાર્યક્રમો હંગામી વીજ કનેક્શન આલફરેડ હાઇસ્કુલ અને જામ ટાવર ખાતે પેઇન્ટિંગ મોમેન્ટો વગેરે પ્રકારના ખર્ચાઓ થયા છે. તેની દરેક બિલ વાઇઝ વિગતો કલેક્ટર તંત્ર તરફથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી વધુ ખર્ચ મંડપ ડેકોરેશન પાછળ અંદાજે રૂપિયા ૫.૬૦ કરોડ જેટલો થયો છે. વડાપ્રધાન જે વિમાનમાં આવ્યા તેના ખર્ચનો સમાવેશ આમાં કરાયો નથી. આવી જ રીતે વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અને રૂટ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેનો ખર્ચ પણ હજુ આમાં ગણાયો નથી. માત્ર સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટને જે ખર્ચ ચૂકવવાનો થાય છે તેની વિગતો મોકલવામાં આવી છે અને એવીએશન ના સ્થાનિક તંત્રને મોકલાયેલી આ વિગતો દિલ્હી મોકલવામાં આવશે અને ત્યાર પછી ગ્રાન્ટ આવશે અને પેમેન્ટ કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application