નવરાત્રીના પ્રારંભ સાથે જ આજથી શરું થયું હિન્દુ નવ વર્ષ, બુધ રહેશે વર્ષનો રાજા

  • March 25, 2020 10:37 AM 233 views


 
આજે એટલે કે 25 માર્ચથી હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2077 શરૂ થઈ ગયું છે. હિન્દુ કેલેન્ડર મુજબ હિન્દુ નવુ વર્ષ દર વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપાદ સાથે શરૂ થાય છે. વિક્રમ સંવત 2077 બુધવારથી શરૂ થયું છે. તેથી આ નવા વર્ષનો રાજા બુધ રહેશે.

 

હિન્દુ વર્ષની શરૂઆત વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી. તેથી તેને વિક્રમ સંવત પણ કહેવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી પણ આ દિવસથી શરૂ થાય છે. આ દિવસથી સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે  જે રાશિ ચક્રની પ્રથમ રાશિ છે. આ સમયથી ઋતુઓ અને પ્રકૃતિમાં પણ ફેરફાર શરૂ થાય છે.