ગતવર્ષે એક ગુજરાતી ફિલ્મ રીલિઝ થઈ હતી, જેનું નામ 'વશ' હતું. આ ફિલ્મને દિગ્દર્શક વિકાસ બહલે હિન્દીમાં રૂપાંતરિત કરી છે અને તેનું નામ 'શૈતાન' રાખ્યું છે. અજય દેવગનની આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મની રિલીઝ ડેટ 8 માર્ચ છે. ‘શૈતાન’નું ટ્રેલર રસપ્રદ લાગી રહ્યું છે.
અજય દેવગનની 2023માં આવેલી ફિલ્મ 'ભોલા'માં પણ આવી જ વાઈબ જોવા મળી છે. ફિલ્મનો ટોન બરાબર એવો જ છે. 'ભોલા'નું નિર્દેશન ખુદ અજય દેવગણે કર્યું હતું. આ તમિલ ફિલ્મ 'કૈથી'ની રિમેક હતી. જો કે તે એક એક્શન થ્રિલર ફિલ્મ હતી, પરંતુ 'શૈતાન'ને હોરર થ્રિલર ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે.
ટ્રેલર પરથી વાર્તાના વિચાર મુજબ, એવું જાણવા મળે છે કે કોઈ દંપતીના ઘરમાં બળજબરીથી ઘૂસ્યું છે. તે આવે છે અને તેમની પુત્રીને પોતાના વશમાં કરી લે છે. આ પછી, છોકરી તે શખ્શની દરેક વાત માને છે. આ ફિલ્મ "વશિકરણ"ની આસપાસ ફિલ્મ ફરે છે. 'શૈતાન' જે ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક છે, તે બહુ ઓછા લોકોએ જોઈ હશે.
'શૈતાન'માં અજય દેવગન અને સાઉથની અભિનેત્રી જ્યોતિકા પતિ-પત્નીની ભૂમિકામાં છે. આર. માધવન એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવે છે જેણે દંપતીની પુત્રીને પોતાના વશમાં કરી લીધી છે. જાનકી બોડીવાલાએ અજય અને જ્યોતિકાની દીકરીનો રોલ કર્યો છે. ગુજરાતી ફિલ્મ 'વશ'માં પણ તેણે જ આ રોલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech